________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્લીપતિએ કહ્યું: “હે દેવ, મેં પણ પહેલાં સાંભળ્યું છે કે એ પ્રદેશ, તપોવનની પાસે જ છે. મેં એ પ્રદેશ જોયો છે. હું સાથે આવીશ. આપ આજ્ઞા કરો.'
રાજાએ સેના તૈયાર કરાવી. કુમારનો હાથ પકડીને રાજાએ કહ્યું. “વત્સ, મારું અંતરમન કહે છે કે જરૂર રાજકુમારી મળશે. તું એને લઈને પાછો અહીં આવજે. કુમારે હા પાડી. મહારાજાને પ્રણામ કરી, વિશાળ સેના સાથે અને પલ્લી પતિની સાથે કુમારે તપોવન તરફ પ્રયાણ કર્યું. પલ્લીપતિ માર્ગ જાણતો હતો.
કુમાર અને પલપતિના અશ્વો સાથે ચાલી રહ્યાં હતાં.
પલ્લી પતિએ કુમારને કહ્યું: ‘દેવ, મહારાજા સમરકેતુ ખરેખર ભગવાન છે. હજુ તમારી તો આટલી કાળજી રાખે, કારણ કે તમે ચંપાના રાજકુમાર છો, પણ મારી પણ કેટલી બધી કાળજી રાખી. હું તો ભીલ... ડાકુ...! ખરેખર, આ દુનિયા પર આવા મહાપુરુષો વસે છે, માટે જ દુનિયા દરિયામાં ડૂબી જતી નથી. કુમાર, રાજમહેલમાં છ મહિના રહેવા મળ્યું. તેમાં ઘણું ઘણું મને જાણવા મળ્યું. જીવવાની રીત જાણવા મળી.
કુમારે કહ્યું: “તમારી વાત સાચી છે. હું તો આ મહારાજાને પિતાતુલ્ય જ માનું છું. કેવું અપૂર્વ વાત્સલ્ય વરસ્યું એમનું? દિવસમાં બે બે વાર આવતાં, કલાક કલાક બેસતાં. કોઈ અભિમાન નથી. કોઈ સ્વોત્કર્ષ નહીં.”
કેટલાક દિવસોની યાત્રા પછી તપોવનનો પ્રદેશ આવી ગયો. કુમારના હૃદયમાં અવનવાં સંવેદનો થવા લાગ્યાં. કુમારે પલ્લીપતિને કહ્યું: ‘આપણે આ સેનાને આ તપોવનથી થોડે દૂર રાખીએ. તપોવનના તપસ્વીઓની સાધનામાં કોઈ જ ખલેલ ના પડે, એ રીતે આપણે તપોવનમાં ચાર-પાંચ જણા જ જઈશું.'
‘ઉચિત છે દેવ.. એ જ પ્રમાણે કરીએ.’
સેનાપતિને પલ્લીપતિએ જગ્યા બતાવી. સેનાનો મૂકામ ત્યાં કરવામાં આવ્યો. ત્યાર પછી કુમાર, પલ્લીપતિ, મંત્રી અને સેનાપતિએ તપોવનમાં પ્રવેશ કર્યો.
કુમારને જોઈ, “આ કોઈ રાજા છે,' સમજીને તાપસીએ ચિત્યપૂર્ણ સ્વાગત કર્યું.
રોક
ફ
9OEG
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only