________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદદેવે કહ્યું: “હે સુંદરી, તું શાન્તિથી મારી પત્નીની સાથે બેસ, ધીરજ રાખ. હું તને એ વૃક્ષ શોધી આપીશ.'
આનંદદેવે તપાસ કરી. એ વૃક્ષ મળી આવ્યું. આનંદદેવે વિદ્યાધરીને એ વૃક્ષ બતાવ્યું. વિદ્યાધરી આનંદવિભોર બની ગઈ. એ પેલા વૃક્ષની નીચે જઈને, ઊભી રહી. એ વૃક્ષના અચિંત્ય પ્રભાવથી વિદ્યાધરીનો પ્રિયતમ એને મળી ગયો! વિદ્યાધરીએ વિદ્યાધરને બધી વાત કરી. વિદ્યાધરે આનંદદેવનો ઉપકાર માન્યો. દેવની પૂજા કરી, બહુમાન કર્યું. પરસ્પર પ્રીતિ બંધાણી. અન્યોન્ય નેહાનુબંધ થયો.
નિવૃત્તિદેવીએ આનંદદેવને કહ્યું: “હે સ્વામીનાથ, આ મનુષ્યલોકમાં ખરેખર, પ્રિયના વિયોગનું દુઃખ સહન કરવું અતિ મુશ્કેલ હોય છે. શું આ પ્રિયવિયોગનું દુઃખ દૂર કરવા માટે કંઈ ના કરી શકીએ! હે નાથ, આ દુનિયામાં પરોપકાર કરનાર મનુષ્યની પ્રશંસા થાય છે. એની કીર્તિ ફેલાય છે... અને સજ્જનોની વિભૂતિ જ પરોપકાર હોય છે.' દેવે કહ્યું : “શું કરવું છે? તું જે પ્રમાણે કહે, તે પ્રમાણે કરીએ.’
દેવી બોલી: “આ પ્રિયમેલક' વૃક્ષને કોઈ પણ ઉપાય, વિશાખાવર્ધન નગરના પેલા તપોવનમાં લઈ જાઓ, જે જગ્યાએ આપ મને મળ્યા હતા! તમે સ્થાપન કરેલી દેવકુલિકા પાસે જ આ વૃક્ષને વાવી દો. લોકોને આ વૃક્ષનો મહિમા સમજાવો. પ્રિયજનના વિયોગી જીવો આ વૃક્ષ પાસે આવીને, પ્રિયનો સમાગમ મેળવે અને સુખી બને.”
‘દેવી, તમારી ભાવના ઉત્તમ છે. પરહિતનું કાર્ય કરવું જ જોઈએ. હું હમણાં જ તમારી ઈચ્છા પૂર્ણ કરું છું.'
દેવ હતો ને! દૈવી શક્તિઓ હતી. વિશાખાવર્ધન નગરના તપોવનમાં પ્રિયમલક' વૃક્ષ સ્થાપિત થઈ ગયું.'
સોમસૂરે મહારાજા સમરકેતુને કહ્યું: “મહારાજા ત્યારથી એનો પ્રિયમલક તીર્થના નામે મહિમા થવા લાગ્યો. ઘણા બધા માણસોએ પ્રિયજનોનો સંયોગ પ્રાપ્ત કર્યો. આજે પણ એ તીર્થ હયાત છે.”
સોમસૂરની વાત સાંભળીને, રાજા, કુમાર અને પલ્લીપતિ આનંદિત થયા. મહારાજાએ કહ્યું: “આ વાત બરાબર છે. મને કોઈ જ શંકા નથી. કલ્પવૃક્ષ અચિંત્ય પ્રભાવવાળા હોય છે.
મને એમ લાગે છે કે રાજકુમાનો મેળાપ થવાનો સમય પાકી ગયો છે! નહીંતર આ મારો મિત્ર સોમસૂર વગર બોલાવે શા માટે આવે? આવી વાત ક્યાંથી નીકળે? આ પૃથ્વી પર કલ્પવૃક્ષ હોવું એ પણ કુમારનો મહાન પુણ્યોદય જ સમજવો જોઈએ.
મારી ઈચ્છા છે કે નાનકડા સૈન્ય સાથે કુમારને ત્યાં મોકલું.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧0૯૫
For Private And Personal Use Only