________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[૧
તપોવન સાચે જ તપોવન હતું.
ત્યાં બધા જ સંન્યાસી હતાં, કોઈ વૃદ્ધ હતાં, કોઈ યુવાન હતાં. કોઈ નાના નિકુમાર હતાં. પુરુષો હતાં અને સ્ત્રીસંન્યાસિનીઓ પણ હતી. ઘટાદાર વૃક્ષો હતાં. ઊંચા વૃક્ષો હતાં. વૃક્ષો પર ફળ હતાં. છોડ હતાં, છોડ પર પુષ્પો હતાં. પુષ્પોની આસપાસ ભ્રમરોનો ગુંજારવ હતો.
જ્યારે કુમારે તપોવનમાં પ્રવેશ કર્યો, સહુ તપસ્વીઓની નિર્મળ દષ્ટિ કુમાર પર મંડાણી. કુમાર વગેરેએ તાપસીને વંદના કરી. કુમારે તાપસો સાથે કંઈ વિશેષ વાર્તાલાપ ના કર્યો. માત્ર તાપસીની કુશળતા પૂછી.
પલ્લીપતિ ધીરે ધીરે એ પ્રદેશ તરફ કુમારને લઈ ચાલ્યો, જ્યાં પેલી દેવકુલિકા હતી અને તેની પાસે જ “પ્રિયમેલક’ વૃક્ષ ઊભું હતું. પલ્લીપતિએ પેલી જૂનીપુરાણી, દેવકુલિકા કુમારને બતાવી. કુમાર ત્યાં જઈને ઊભો રહ્યો. મંત્રી વગેરે ત્યાંથી આગળ નદીકિનારા તરફ ચાલ્યા. પલ્લીપતિએ કહ્યું: પેલા વૃક્ષને જાણતો નથી!' કુમારે દેવકુલિકા પાસે જઈને શાન્તિમતીને યાદ કરી.
શાન્તિમતી એ સમયે તાપસીઓની સાથે પુષ્પ-ફળ વગેરે લઈને પાછી આવી રહી હતી, તપોવન તરફ જ આવી રહી હતી. તે થાકી ગઈ હતી. તેની સાથેની તાપસીઓને કહ્યું: “આપણે અલ્પ સમય અહીં વિશ્રામ કરીએ.”
તે બધી તાપસીઓ પ્રિયમેલક' વૃક્ષની સામે જ બેઠી.
હજુ શાન્તિમતીએ કુમારને જોયો ન હતો. તેને કુમારની સ્મૃતિ થઈ આવી. તેના દૃષ્ટિપથમાં પેલું અશોકવૃક્ષ કે જે નાગવલ્લીની વેલડીથી વીંટળાયેલું હતું, તે આવ્યું. તેના ચિત્તમાં કુમારને મળવાની ઈચ્છા જાગી. એ વૃક્ષના પ્રભાવક્ષેત્રમાં આવી ગઈ હતી. પ્રિયજનના મિલનની ઈચ્છા જાગી. તેની ડાબી આંખ ફરકવા લાગી.
આ સ્ત્રીને લાભ થવાનો હોય, એનું શુભ થવાનું હોય ત્યારે એની ડાબી આંખ સ્કુરાયમાન થાય.
પુરુષને લાભ થવાનો હોય, એનું શુભ થવાનું હોય ત્યારે એની જમણી આંખ સ્કુરાયમાન થાય.
શાન્તિમતીએ દેવકુલિકા પાસે પરિભ્રમણ કરતા કુમારને જોયો. કુમારને જોતાં જ તે સ્તબ્ધ થઈ ગઈ. તેનું ચિત્ત આલાદિત બન્યું. તે ઊભી થઈ ગઈ. એણે વિચાર્યું શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૯૭
For Private And Personal Use Only