________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{૧૪]
સંન્યાસી બનેલો પ્રિય મિત્ર વિચાર કરવા લાગ્યો: “શું કરું? જો હું નીલુકાનો સ્વીકાર કરું છું તો ગુરુવચનનો ભંગ થાય છે, અને જો એનો સ્વીકાર નથી કરતો, તો આ મારી વાગ્દત્તા મારો ત્યાગ કરી જશે. જો એ બીજા કોઈ પુરુષને પરણી જશે તો મને નહીં મળે! માટે શું કરું હવે?'
રાજપૂત સોમસૂર મહારાજા સમરકેતુને, સેનકુમારને અને પલ્લીપતિને “પ્રિયમેલક' તીર્થનો ઈતિહાસ સંભળાવી રહ્યો છે. તેણે કહ્યું:
પ્રિય મિત્ર સંન્યાસીએ વિચાર્યું: “મેં મારા ગુરુદેવ પાસે સાંભળ્યું છે કે જે બ્રહ્મચર્ય વ્રતનું ખંડન નથી કરતા, તેઓને બીજા ભવમાં ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે. મારી બે ઈચ્છાઓ છે: એક તો આ સ્ત્રી-નીલુકાનો સમાગમ અને આજીવન સંપત્તિની પ્રાપ્તિ!' એ પ્રિયમિત્રના ચિત્તમાં અર્થ અને કામની પ્રબળ ઈચ્છાઓ ઉત્પન્ન થઈ કારણ કે એનો વૈરાગ્ય દુઃખગર્ભિત હતો, સાચી જ્ઞાનગર્ભિત ન હતો. - પ્રિયમિત્ર આગળ વિચારે છેઃ “જો હું વ્રતખંડન કર્યા વિના જીવનનો ત્યાગ કરું તો મારી બંને ઈચ્છાઓ પૂર્ણ થાય. અથવા તો હું નીલુકાને વાત કરું. એનો અભિપ્રાય જાણું.”
પ્રિય મિત્રે કોમળ-સ્નિગ્ધ વચનોથી નીલુકાને કહ્યું: “હે સુંદરી, તું ચિંતા ના કર. તારા પ્રત્યે મારા હૃદયમાં સ્નેહ પ્રગટ્યો છે, પરંતુ અંગીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવો અનુચિત છે. ગુરુવચનનો ભંગ કરવો અયોગ્ય છે. પરંતુ મેં ગુરુમુખે સાંભળેલું કે અખંડિત વ્રતપાલન કરનારને બીજા જન્મમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મારા હૃદયમાં પહેલી ઈચ્છા છે તારા સમાગમની..તો હવે તું જ કહે કે હું શું કરું?
નીલુકા કામાસક્ત નહોતી બની. એનામાં રૂપ હતું પરંતુ ઉન્માદ ન હતો. તેણે પ્રિય મિત્રની વાત શાન્તિથી સાંભળી. એ વાતો પર વિચાર કર્યો. તે બોલી: “હે આર્યપુત્ર, જેનાથી બંને પ્રાપ્ત થાય, એ કરવું જોઈએ. પરંતુ જ્યારે આ દેહમાં તીવ્ર વાસના જાગ્રત થાય છે ત્યારે અસહ્ય વેદના થાય છે. હું એ વેદનાને શાત્ત કરવા તપશ્ચર્યા કરું છું. દેહનું દમન કરું છું. તેથી જુઓ, આ દેહ કેવો દુર્બળ ને શ્યામ થઈ ગયો છે? તો પણ મને કહો કે મારે શું કરવું? હું હવે આ રીતે જીવી શકું કે નહીં?”
પ્રિય મિત્ર વિચારે છે: “આ સ્ત્રી પણ મારા જેવા જ વિચારવાની છે. એ મને જ અનુસરશે.' તેણે નીલુકાને કહ્યું: ‘દેવી, મેં અનશન વ્રત સ્વીકાર્યું છે. આ દેહ સ્વતઃ છૂટી જશે. પછી બીજા જન્મમાં હું તારો સમાગમ ચાહું છું.'
નીલકાએ કહ્યું: “હે નાથ, તો હું પણ અનશન કરીશ. મારી પણ એ જ મનઃકામના શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૧
For Private And Personal Use Only