________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદેવ સંન્યાસીએ પ્રિયમિત્રને કેટલાક દિવસ સાથે રાખીને, સંન્યાસજીવનનો ખ્યાલ આપ્યો.
* સંન્યાસીના જીવનમાં શું કરાય, શું ના કરાય.
* શું ખવાય, શું ના ખવાય.
* કેવું બોલાય, કેવું ના બોલાય.
* સંન્યાસીનો દૈનિક કાર્યક્રમ કેવો હોય.
* કેવાં વ્રતો-મહાવ્રતો પાળ વાંપડે.
વગેરે બધી વાતો સંભળાવી.
પ્રિયમિત્ર સંસારવાસથી કંટાળેલો હતો. એક વાત એના મનમાં દૃઢ થઈ ગઈ હતી- ‘આ દુનિયામાં મારા પર કોઈને પ્રેમ નથી, મારો કોઈ મિત્ર નથી. કોઈ મને ચાહતું નથી. તો પછી સંસારમાં રહેવું શા માટે?' એવી સ્થિતિમાં એના પ્રત્યે વાત્સલ્ય બતાવનાર, સ્નેહ બતાવનાર નાગદેવ મળી ગયો. એના મનમાં નાગદેવ પ્રત્યે સદૂભાવ જાગ્યો, સ્નેહ જાગ્યો. અને તે સંન્યાસી બનવા રાજી થઈ ગયો.
નાગદેવે પ્રિયમિત્રને સંન્યાસ-દીક્ષા આપી. નાગદેવને એક યુવાન સાથી સંન્યાસી મળી ગયો. પ્રિયમિત્ર સંન્યાસધર્મનું યથોચિત પાલન કરે છે. તેઓ બંને વિશાખાવર્ધન નગરથી વિહાર કરીને... ગામ-ગામ, નગર-નગર વિચરવા લાગ્યા.
Q ૦ ૦
બીજી બાજુ, જે શ્રેષ્ઠીકન્યા સાથે પ્રિયમિત્રની સગાઈ થઈ હતી, તે ‘નીલુકા’ એક ધર્મસ્થાનમાં ઉપદેશ સાંભળવા ગઈ હતી. ત્યાં તેણે સાંભળ્યું કે, નારી પોતાના પતિને દેવરૂપ માનનારી હોય છે.' એને ખબર હતી કે એનાં સગપણ પ્રિયમિત્ર સાથે થયેલાં છે. એણે પોતાના ઘરમાં માતા-પિતાને કહી દીધું કે, ‘હું પરણીશ તો પ્રિયમિત્રને જ પરણીશ.’ તેણે ધર્મમય જીવન જીવવા માંડ્યું. તે પ્રિયમિત્રની રાહ જોતી જીવવા લાગી. બે-ત્રણ વર્ષ વીતી ગયાં. એક દિવસ નીલુકાની સખીએ કહ્યું: ‘નીલુ, પ્રિયમિત્ર તો સંન્યાસી બની ગયા છે અને નગરથી થોડે દૂર જે તપોવન છે, એ તપોવનમાં આવેલા છે.’
નીલુકાએ એ સખીને કહ્યું ‘મારે એમનાં માત્ર દર્શન કરવાં છે, તું મારી સાથે આવીશ? હું માતા-પિતાની અનુમતિ લઈ લઉં!'
સખીએ હા પાડી.
માતા-પિતાએ અનુમતિ આપી.
નીલુકા સખીની સાથે તપોવનમાં પહોંચી.
બંને સખીએ ધ્યાનસ્થ બેઠેલા પ્રિયમિત્રને જોયો. નીલુકા પહેલી જ વાર પ્રિયમિત્રને
શ્રી સમરાદિત્ય મહાકા
૧૦૮૯
For Private And Personal Use Only