________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો. સાનુદેવે સાર્થને કહ્યું :
આવતી કાલે સવારે આપણે આગળ પ્રયાણ કરવાનું છે. તૈયારી કરી દો. કુમારની બધી વાત, પલ્લીપતિની બધી વાત સાથેનાં સ્ત્રી-પુરુષોને કરી. મહારાજ સમરકેતુના પ્રેમ અને વાત્સલ્યની વાત કરી. સહુ ખુશ થયા. પરંતુ રાજકુમારી શાન્તિમતી હજુ મળી નથી, એ જાણીને સહુ નિરાશ થયા.
સાનુદેવે સહુને આવાસન આપતા કહ્યું: “એ રાજકુમારી મહાસતી છે. એની રક્ષા દેવો, ક્ષેત્રપાલ અને દિકપાલો કરતા હશે! ચિંતા ના કરશો.”
વર્ષાકાળ વીતી ગયો. કુમાર અને પલ્લીપતિ સાજા થઈ ગયા.
મહારાજાએ રાજ્યના કેદીઓને કારાવાસમાંથી મુક્ત કર્યા. દીન-અનાથ લોકોને દાન આપ્યું. મહારાજાએ કુમારને પૂછ્યું:
વત્સ, તું કહે, તારું શું પ્રિય કરું? હું જાણું છું કે અત્યારે તને શું પ્રિય છે. તારી પત્ની મળી આવે તો એનાથી વધીને, બીજું કંઈ તને પ્રિય નથી. કુમાર, મેં તારી પતી શાન્તિમતીની શોધ ચાલુ રાખી છે. શોધવા ગયેલા કેટલાક માણસો નિરાશ થઈને પાછા આવ્યા છે. કેટલાક માણસો હજુ નથી આવ્યા.'
“મહારાજા, આપ મારી કેટલી કાળજી રાખો છો? રાજકુમારીને શોધવા માટે કેટલો પ્રયત્ન કરો છો? ભાગ્યનો યોગ હશે ત્યારે તે મળશે?'
આ વાત ચાલતી હતી, ત્યાં સોમસૂર' નામનો એક પુરુષ આવ્યો. તે ક્ષત્રિય હતો. મહારાજા સાથે તેને મિત્રતાનો સંબંધ હતો. તે ગંભીર માણસ હતો. તેણે કુમારના સાંભળતાં મહારાજાને કહ્યું: “આ ચંપાના રાજકુમારને પત્નીનો સંયોગ કરાવનારું એક તીર્થ છે! “કાદંબરી' નામની અટવીમાં પ્રિયમેલક' નામનું તીર્થ છે. ત્યાં કુમાર પહોંચે તો કુમારને એની પ્રિયતમાં મળે!'
રાજાને આશ્ચર્ય થયું. કુમાર વિસ્મય પામ્યો. પલ્લીપતિ નજીક આવીને, કુમારની પાસે બેઠો. સહુને સોમસૂરની વાતમાં રસ પડ્યો. મહારાજાએ સોમસૂરને પૂછયું:
સરદાર, એ તીર્થ અંગે તમે વિશેષ જાણકારી ધરાવો છો કે માત્ર લોકવાયકાની વાત કરો છો?'
મહારાજા, આ વાત મેં જાણી, એક અનુભવી અને જ્ઞાની સંન્યાસી પાસેથી.. પછી તો એ તીર્થની ઉત્પત્તિ સુધી પહોંચી ગયો. જેટલું હું જાણું છું એ તીર્થના વિષયમાં, એ બધું હું આપને કહું છું. તીર્થની ઉત્પત્તિનો ઈતિહાસ થોડો લાંબો છે, પરંતુ સાંભળવામાં કંટાળો નહીં આવે... મજા આવશે!”
સોમસૂરે ‘પ્રિયમેલક તીર્થનો ઈતિહાસ કહેવો શરૂ કર્યો:
૧૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only