________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પcલીપતિ અને એના ભીલ-સૈનિકોને સાંજ સુધી શાન્તિમતી ના મળી. તેઓ બધા ભેગા થયા. સહુ નિરાશ બન્યા હતા. નિરાશ વદને પાછા આવ્યા. સાનુદેવની સાથે સેનકુમાર, શાન્તિમતીની પ્રતીક્ષા કરી રહ્યો હતો. કુમાર કે સાનુદેવે પાણીનું એક ટીપું પણ લીધું ન હતું. પીપતિએ કહ્યું: “હે દેવ, આપ સંતાપ ના કરો. દેવી જરૂર મળી આવશે. તેઓ આ અરણ્યની બહાર નીકળી ગયા લાગે છે. આ અરણ્યમાં જો હોત તો મળ્યાં વિના ન રહેત.
હવે આપ ભોજન કરો. આપ ભોજન નહીં કરો તો સાનુદેવ વગેરે કોઈ ભોજન નહીં કરે. સાર્થના ઘણા માણસો પાછા આવી ગયા દેખાય છે. જે બાકી હશે, એ પણ આવી જશે.
કુમારે વિચાર્યું. “હું જો ભોજન નહીં કરું તો સાનુદેવ વગેરે ભોજન નહીં કરી શકે. આ પલ્લીપતિ અને એના સુભટો બિચારા કેટલું ભટકી આવ્યા છે? તેમણે પણ ભોજન નથી કર્યું. માટે ભોજન તો કરી લઈએ.' કુમાર સાનુદેવને કહ્યું: ‘મિત્ર ભોજન કરાવડાવો. સહુના માટે એકસરખું ભોજન બનાવવા રસોઈયાને કહેજો.”
સાર્થના માણસોને પણ કહી દો કે સહુ અહીં આ જ પ્રદેશમાં રોકાય. રાત્રિના સમયે કોઈ પણ આ પ્રદેશની બહાર ના જાય.”
ભોજન તૈયાર થઈ ગયું.
કુમાર, સાનુદેવ અને પલ્લીપતિએ સાથે બેસીને ભોજન કર્યું. સાર્થના માણસોએ પણ ભોજન કરી લીધું. ભીલ સૈનિકો માટે પણ સાનુદેવે ભોજન બનાવડાવ્યું હતું. બધાને જમાડી દીધા.
પલ્લીપતિએ કુમારને કહ્યું: “દેવ, અહીં જ આપને સૂવા માટે બિછાનું પથરાવું છું.” તેણે પોતાના માણસોને આજ્ઞા કરી. બિછાનું તૈયાર થતાં કુમાર સુઈ ગયો. પાસે સાનુદેવ સૂતો અને થોડે દૂર પલ્લીપતિ સૂઈ ગયો. પલ્લીપતિ અને એના સાથીઓ થાકેલા હતા એ લોકો ઘસઘસાટ સૂઈ ગયા. કુમારને શાન્તિમતીના વિચાર ઊંઘવા દેતા ન હતા.
એ ક્યાં હશે?' શું શત્રુઓએ એનું અપહરણ કર્યું હશે?” એ જીવતી હશે ને?'
ખરેખર, ભૂલ મારી છે. મારે આ પરિભ્રમણમાં અને સાથે રાખવી જોઈતી ન શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭૯
For Private And Personal Use Only