________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન્તિમતી સેનકુમારને શોધતી અરણ્યમાં આગળ ને આગળ દોડતી જતી હતી. તે અરણ્યના મધ્ય ભાગમાં પહોચી, અને દિશાઓની સૂઝ પડતી ન હતી. તે થોડીવાર એક વૃક્ષની છાયામાં બેઠી.. વિશ્રામ કર્યો અને ફરી ચાલવા માંડ્યું. સૂર્યાસ્ત સમયે એ એક નદીના કિનારે પહોંચી. પહાડ પરથી વહી આવતી એ નદી બે કાંઠે વહેતી હતી. કિનારે ઊભી રહીને, ‘આર્યપુત્ર... હે આર્યપુત્ર..” કહીને, વિલાપ કરવા લાગી.
શું થયું હશે એમનું? શું ભીલ સૈનિકોની સાથે લડતા-લડતાં તેઓ સ્વર્ગવાસી થઈ ગયા હશે? અથવા ભૂલા પડી ગયા હશે? કોઈ બીજી દિશામાં મને શોધવા માટે ગયા હશે? હું એકલી ક્યાં જઈશ? ચારે દિશાઓમાં સન્નાટો છે. એક માણસ પણ દેખાતો નથી. એટલું સારું થયું કે કોઈ દુષ્ટ ભીલના સકંજામાં હું ફસાઈ નહીં. મારું શીલ અખંડ રહ્યું છે... અને શીલ જ મારું સર્વસ્વ છે ને? કોઈ એવી આપત્તિ આવી પડે, એ પહેલા હું જ આ જીવનનો અંત લાવી દઉં. કુમાર વિના, આમેય મને ક્ષણ માત્ર ચેન નથી પડતું. વળી, મારે હવે કોના માટે જીવવાનું?” શીલરક્ષા માટે આત્મહત્યા કરવામાં કોઈ પાપ નથી” એમ જ્ઞાની પુરુષો પાસેથી મેં સાંભળેલું છે.”
સંધ્યા ખીલી હતી. તેણે વેલડઓ એકઠી કરીને, ફાંસલો તૈયાર કર્યો. અશોકવૃક્ષની બે ડાળો વચ્ચે એ વેલડીને બાંધી.
ફાંસો પોતાના ગળામાં નાખ્યો અને બોલી “હે ભગવતી વનદેવીઓ, સાંભળો. હું રાજપુરના શંખરાજની પુત્રી, શાન્તિમતી છું. ચંપાના રાજકુમારની હું પત્ની છું. મેં આર્યપુત્રને છોડી બીજા કોઈ પુરુષની મનથી પણ ઈચ્છા નથી કરી. મેં મન-વચનકાયાથી કુમારને ચાહ્યા છે, માટે મને આવતા ભવે એ જ પતિ મળો,
આ પ્રમાણે નિયાણું કરીને, તેણે શરીરને ઝૂલતું મૂકી દીધું. પરંતુ વેલડી તૂટી ગઈ. ફાંસલો તૂટી ગયો. એ જમીન પર પછડાઈ ગઈ. મૂર્શિત થઈ ગઈ.
એ ગિરિ-નદીથી થોડે દૂર એક તપોવન હતું. તપોવનનો એક ઋષિકુમાર સંધ્યા ઉપાસના કરવા માટે નદીના તટ તરફ આવ્યો હતો. તેણે શાન્તિમતીને જમીન પર પડેલી જોઈ. ઋષિકુમારને વિચાર આવ્યો : “શું આ કોઈ વનદેવી વૃક્ષ પરથી જમીન પર પડી હશે? પરંતુ એ સાધુ હતા ને? તેમણે વિચાર્યું: “હું મુનિ છું. સ્ત્રીનો વિચાર મારાથી કરાય નહીં. શાસ્ત્રોમાં સ્ત્રીદર્શનનો નિષેધ કરવામાં આવેલો છે. શાસ્ત્રમાં લખેલું છે કે “તપેલી લાલચોળ લોહસળીથી આંખો આંજવી સારી, પરંતુ સ્ત્રીના અંગ-ઉપાંગ તરફ નજર ના નાખવી. વિષભક્ષણ કરવું સારું, પણ વિષયસેવન ન કરવું. જીભને છેદી નાખવી પડે તો છેદી નાખવી. પણ અસત્ય ના બોલવું.” માટે ભલે પડી એ સ્ત્રી. મારે એની સાથે કોઈ લેવાદેવા નથી. સ્ત્રીની ચિંતા કરવાનો અમારા સાધુજનોનો અધિકાર નથી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧dછા
For Private And Personal Use Only