________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'9997
શાનદેવે પલ્લીપતિને કહ્યું: “માલસામાન બધો જ આવી ગયો છે. કંઈ પણ ઓછું નથી.' પલ્લીપતિના આગ્રહથી સાનુદેવે બધો જ માલસામાન જોઈ લીધો. પલ્લીપતિને સંતોષ થયો.
કુમારે વિચાર કર્યો: ‘આ પલ્લીપતિનું હૃદય કેવું સરળ છે! ભલે એક વાર એ હાર્યો, ફરીથી, જ્યારે એના બસો જેટલા સુભટો આવી ગયા ત્યારે એ હુમલો કરી શકત, મને પણ જીતી લઈ શકત. પરંતુ એણે મારા સદ્વ્યવહારની કદર કરી. મેં પ્રહાર કર્યો.. ને જે એની સેવા કરી, તેથી તે પ્રભાવિત થયો છે.”
સાનુદેવને કુમારે કહ્યું: “સાનુદેવ, પલ્લીપતિના શરીરે ઘા થયેલો છે. એના પર વનસ્પતિ લગાવીને, પાટો બાંધી દઈએ.” એક ભીલ સુભટ વનસ્પતિ લઈને આવ્યો હતો. તે આગળ આવ્યો અને કુમારના હાથમાં વનસ્પતિ મૂકી. સાનુદેવે તેનો રસ ઘા ઉપર રેડ્યો. વનસ્પતિ મૂકી, એની ઉપર પાટો બાંધી દીધો.
સાનુદેવે પોતાનો સોનાનો કંદોરો, પલ્લી પતિની કમરે બાંધ્યો અને કહ્યું: “આ આપણો ભાઈ-ભાઈનો સંબંધ બંધાયો!'
ત્યાર પછી જે જે સૈનિકો ઘવાયા હતા, તેમની પાટાપિંડી કરી, ત્યાં સાર્થના તંબૂઓમાં સૂવાડ્યા. જેઓ મૃત્યુ પામ્યા હતાં, તેમનો ત્યાં જ અગ્નિસંસ્કાર કર્યો.
પલ્લીપતિએ કહ્યું: “હે કુમાર, અમારી પલ્લી અહીંથી નજીક જ છે. હે આર્ય, આપ ત્યાં પધારો અને પલ્લીને પાવન કરો.”
સાનુદેવે કહ્યું: “તને જોવાથી પલ્લીનાં દર્શન થઈ જ ગયાં. અત્યારે હવે અમે સ્વસ્થ બનીએ, એ પહેલું જરૂરી છે.”
આ વાત ચાલતી હતી ત્યાં સાનુદેવનો રસોઈયો રોતો રોતો ત્યાં દોડી આવ્યો ને બોલ્યોઃ “હે સાર્થવાહપુત્ર, આપણું સારભૂત ધન લૂંટાઈ ગયું અને રાજકુમારીનું અપહરણ થઈ ગયું છે.'
“ધન તો પાછું આવી ગયું છે. રાજકુમારીની તપાસ કરાવું છું.” રાજકુમાર આકુળ વ્યાકુળ બની ગયો. પલ્લીપતિ પણ આ વાત સાંભળીને મૂંઝાયો. એને એક વાતની તો ખાતરી હતી કે કોઈ ભીલ સુભટ સ્ત્રીની લાજ તો ન જ લૂંટે, ઉપાડી ન જ જાય.” તેણે સાનુદેવને પૂછ્યું:
“હે આર્ય, આ રાજકુમારી કોણ છે?
“ભદ્ર, રાજપુરના સ્વામી શંખરાજની પુત્રી અને આ તમારા સ્વામી સેનકુમારની પત્ની શાન્તિમતી.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧003
For Private And Personal Use Only