________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ વિચારીને, એ ઋષિકુમાર તપોવન તરફ ચાર કદમ ચાલે છે. ને તેને બીજાં શાસ્ત્રવચન યાદ આવે છે.
શાસ્ત્રોમાં લખ્યું છે કે: ‘ઋષિ-મુનિઓએ ઉપદેશ દ્વારા દીનજનોનો ઉદ્ધાર કરવો, શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ રાખવો. સુખદુઃખના વિષયમાં સર્વ જીવોને પોતાની સમાન ગણવા. જીવોના હિત માટે યથાશક્તિ પ્રયત્ન કરવો. દીન-દુ:ખી જીવોનો. ઉદ્ધાર કરવો.”
આ સ્ત્રી અત્યારે દીન છે, દુઃખી છે. નહીંતર આવા જંગલમાં એ એકલી કેમ હોય? માટે પાસે જઈને તપાસ કરું! ક્યારેક વ્યંતરીઓ... વિદ્યાધરીઓ ઋષિ-મુનિને છળવા માટે આ રીતે સૂતી હોય છે'
એ ઋષિકુમાર શાન્તિમતી જ્યાં પડી હતી ત્યાં ગયો. ગળામાં વેલનો તૂટેલો ફાંસો દેખાયો. નિકુમારની આંખો પહોળી થઈ ગઈ. “અરે, આ સ્ત્રીની આકૃતિ કેટલી શાન્ત-સૌમ્ય છે અને એના ગળામાં ફાંસો? આ તો પરસ્પર વિરુદ્ધ વાત દેખાય છે. છતાંય કર્મપરવશ જીવના માટે કંઈ પણ વિરુદ્ધ નથી હોતું... અશક્ય નથી હોતું.”
મુનિકુમાર શાન્તિમતીની પાસે આવ્યા. મસ્તક પાસે બેઠાં. કમંડળમાંથી પાણી લઈને તેના મુખ પર પાણી છાંટયું. સંધ્યાકાળનો શીતળ પવન તો શાન્તિમતીના દેહને સ્પર્શી રહ્યો હતો. તેનામાં ચેતના આવી. તે શ્વાસ લેવા માંડી. આંખો ખોલી. સામે મુનિકુમારને જોઈ, પોતાનાં વસ્ત્રો ઠીક કરવા લાગી. તેની આંખોમાં નિકુમારે થોડો ભય જોયો. મુનિકુમાર બોલ્યો:
વત્સ, ભય ન પામ, હું તો મુનિકુમાર છું.’ શાન્તિમતીએ મુનિકુમારને વંદના કરીને પૂછ્યું: ભગવંત, આપ અહીં ક્યાંથી આવ્યા? હે સૌભાગ્યવતી, અહીં પાસે જ અમારું તપોવન છે. હું ક્યારેક આ ગિરિનદીના પ્રદેશમાં સંધ્યા-ઉપાસના કરવા આવું છું. આજે તને વૃક્ષ નીચે અચેતન અવસ્થામાં પડેલી જોઈ, પહેલાં તો મને ભ્રમ થયો કે આ વનદેવી હશે? પછી શંકા થઈશું તરી મને છેતરવા અહીં પડી હશે? પછી વિકલ્પ થયો - શું આ કોઈ વિદ્યાધરી
હશે?
પરંતુ નજીક આવીને તને જોઈ, તારા ગળામાં ફાંસો જોયો એટલે હું ચમક્યો. જરૂર આ દુઃખી અને અનાથ સ્ત્રી છે. મારે એનો આ દુઃખમાંથી ઉદ્ધાર કરવો જોઈએ. એમ સમજીને ગળા પર પાણી છાંટયું. તને ચેતના આવી.”
ઋષિકુમારે સંક્ષેપમાં જે સત્ય હતું તે કહ્યું. તેણે શાન્તિમતીને પૂછ્યું: “હે સુશીલે, તું કોણ છે? એકલી કેમ છે અને ફાંસો ખાવાનું શું પ્રયોજન?'
શાન્તિમતી વિચારમાં પડી ગઈ. તેણે વિચાર્યું. “આ તો મુનિવર છે, એમને મારી
૧૦૬
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only