________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પલ્લીપતિની આ ઘોષણા થતાં જ યુદ્ધ અટકી ગયું. ભીલ-સૈનિકોએ જે કંઈ સાર્થનો માલસામાન લૂંટયો હતો, તે બધો ત્યાં હાજ૨ થયો. ઢગલા થયા. પલ્લીપતિએ કુમારને કહ્યું: ‘હે પ્રભો, આ બધું જોઈને, મને કહો કે આમાં શું શું નથી?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું: ‘હે ભદ્રપુરુષ, આ સાર્થનો હું માલિક નથી. હું તો સાર્થવાહનો અતિથિ છું. તમે સાર્થવાહને શોધી લાવો અને પૂછો. ‘સાનુદેવ' એનું નામ છે. પલ્લીપતિએ કહ્યું: ‘ઢોલ વગાડો. પછી ઘોષણા કરો કે સાર્થવાહ સાનુદેવ જ્યાં હોય ત્યાંથી અહીં આવે. તેને અભય આપવામાં આવે છે.’
સાનુદેવ બાજુની ગીચ ઝાડીમાં પ્રાણ બચાવવા છુપાયો હતો, તે બહાર આવ્યો. ભીલ-સૈનિકો એને કુમાર પાસે લઈ આવ્યા. એણે કુમારની પાસે પલ્લીપતિને સેવકની જેમ બેઠેલો જોયો, બીજી બાજુ શસ્ત્રોનો ઢગલો પડેલો જોયો. શસ્ત્રરહિત ભીલસૈનિકોને ઊભેલા જોયા. પલ્લીપતિએ સાનુદેવને કહ્યું:
૧૦૭૨
‘અહીં સાર્થના લૂંટાયેલા માલનો ઢગલો પડ્યો છે. તું જોઈ લે. આમાં સાર્થનો જે માલ ન હોય તે કહે. હે સાર્થવાહ, આ મહાપુરુષે અમને જીતી લીધાં છે. અમે તેમને અમારા માલિક તરીકે સ્વીકાર્યા છે. તમે તેમના સંબંધી છો, એટલે અમારા માટે આદરપાત્ર છો. માટે તમે આ ધનમાલ તપાસી લો. કહો કે શું ખૂટે છે?'
સાનુદેવે કુમાર સામે જોયું. પછી પલ્લીપતિ સામે જોઈને કહ્યું: ‘હે પલ્લીપતિ, આ સેનકુમાર જેવા તમારા સ્વામી હોય અને તમારા જેવા સંબંધી હોય, પછી શું જોવાનું હોય?’
‘પલ્લીપતિએ કહ્યું; ‘ના, તમે જોઈ જ લો, તો જ મને શાન્તિ થશે.'
For Private And Personal Use Only
ભાગ-૩ ભવ સાતમો