________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભળાયા. તીણી ચીસ સંભળાઈ. પછી ઢોલ વાગ્યું. પેલા ભીલો ઊભા થયા, ભાલા, તલવાર અને છરીઓ લઈ લીધી. થોડી જ વારમાં ચારે બાજુથી શસ્ત્રસજ્જ ભીલો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા. તીવ્ર ચિચિયારીઓ પાડતા અને શસ્ત્રો ખખડાવતા એ ભીલ-સૈનિકો કુમાર જ્યાં છુપાયો હતો, તેની બાજુની ખીણમાંથી પસાર થવા લાગ્યા. ભારે કલરવ અને ધડાકાના અવાજ એ સાથે શરૂ થયો. અવાજોથી, જાણે. પ્રલય આવ્યો હોય તેમ પંખીઓ ચિત્કાર કરતાં આકાશમાં ઊડ્યાં.
કુમારને લાગ્યું કે આ ભીલ-સેના જઈને, સાર્થ પર તો નહીં ત્રાટકે ને? એના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. તેનાથી ઊભા થવાય તેમ ન હતું. જો ઊભો થાય તો ભીલોની નજરમાં આવી જાય અને સનસનતો ભાલો આવીને, તેને વીંધી નાખે. કોઈ પણ હિસાબે કુમારને ત્યાંથી ખસ્યા વિના છૂટકો જ ન હતો. એનું સાર્થમાં પહોંચી જવું અત્યંત જરૂરી હતું. બેઠાં બેઠાં તે ખસતો ગયો. તેના હાથ, પગ, છાતી અને બરડો ઝાડીનાં ઝાંખરાંથી ઉઝરડાતાં હતાં. કપડાં ભરાતાં હતાં, ફાટતાં હતાં... પણ તેને સાર્થનો પડાવ દેખાયો. એને લાગ્યું કે ભીલો સાથેના સંરક્ષક સૈનિકો સાથે લડી રહ્યાં હતાં, કુમાર દોડ્યો અને સાર્થમાં પ્રવેશી ગયો. પોતાના તંબુમાં ગયો. શાન્તિમતીએ તેને જોયો. તેની હાલત જોઈ. તેની આંખો પહોળી થઈ ગઈ હતી. “આ શું થયું?” તેણે પૂછ્યું. કુમારે એને આશ્વાસન આપતા કહ્યું: “દેવી તું ધીરજ રાખ. ભીલોની ધાડ ઊતરી આવી છે. એ લોકો તીરો વરસાવી રહ્યાં છે.'
ત્યાં તો રણશિંગાડાનો અવાજ આવ્યો. ભીલોના અવાજો સંભળાવા માંડ્યા.. “મારો... કાપો. પકડો....' કુમાર બે હાથમાં બે તલવારો લઈને દોડડ્યો. તેણે ભીલોને પડકાર્યા. સાર્થના સૈનિકોએ કુમારને લડતો જોયો. સંનિકોએ પણ જોરદાર લડત આપી. કુમાર, જેમ હરણના ટોળા પર સિંહ તૂટી પડે એમ ભીલ-સેના પર તૂટી પડ્યો. ભીલ-સેનાને ભગાડી દીધી.
ત્યાં સાથેના એક સૈનિકે આવીને કુમારને સમાચાર આપ્યા: “દક્ષિણ તરફ ભીલોએ સાર્થને લૂંટ્યો છે. રક્ષકોને હરાવી દીધા છે. સ્ત્રીવર્ગ જંગલમાં નાસી ગયો છે.'
કુમાર દક્ષિણ દિશા તરફ ચાલ્યો. તે એકલો જતો હતો. પલ્લીપતિએ એને જોયો, કુમારને એકલો જોઈને, તેની તરફ ગયો. કુમાર ઉપર તેણે તીક્ષ્ણ છરીનો ઘા કર્યો. કુમારે ધાને ચુકાવી દીધો. અને પલ્લીપતિ તરફ તેણે શસ્ત્રનો ઘા કર્યો. પલિપતિની છાતીમાં છરી ઝૂંપી ગઈ. ભારેખમ શરીરવાળો પલ્લીપતિ જમીન પર પટકાયો. તે મૂછિત થઈ ગયો. બીજો એકેય ભીલ ત્યાં હતો નહીં. કુમાર દોડ્યો. પલ્લીપતિ ઉપર પવન નાંખતો રહ્યો. બાજુના ઝરણામાંથી પાણી લાવીને, એના પર છાંટ્યું. પલ્લીપતિમાં ચેતના આવી. તેણે આંખો ખોલી. - કુમારે પલ્લીપતિ સામે જોયું. તે મહાકાય હતો. સાડા છ ફૂટ ઊંચો, દરિયાઈ ૧0
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only