________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદિત થઈ સાર્થમાં ગયો, ચંપાના ઘોડેસવારો સાર્થને જોઈ ત્યાં ઊભા રહ્યા. સાનુદેવ તંબુની બહાર આવ્યો. તેણે ઘોડેસવારોને પૂછ્યું:
તમારે કોનું કામ છે?' ‘તમે કોઈએ એક મહેલનાં સ્ત્રી-પુરુષના જોડલાને ક્યાંય જોયું છે ખરું? તેમણે ઉત્તમ વસ્ત્રો પહેરેલાં છે. સ્ત્રીના શરીર પર અલંકારો પણ છે.”
સાનુદેવે સંક્ષેપમાં જવાબ આપ્યો: “અમે જોયાં નથી.” તે તંબૂમાં ચાલ્યો ગયો.
એક સૈનિક બીજા સૈનિકને કહ્યું: “મેં તને ચંપામાં જ કહેલું કે આપણે ખોટી દિશામાં જઈએ છીએ. ચાલો પાછા, આપણે રાજપુર જઈએ! મને લાગે છે કે જરૂર કુમાર અને કુમારપત્ની રાજપુર તરફ જતાં હશે!'
ઘોડેસવારો રાજપુર તરફ ગયા. લગભગ દિવસનો ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. એક પ્રહર જ બાકી હતો. સાનુદેવે એક વિશ્વાસુ માણસ સાથે કુમાર માટે ભોજન મોકલાવ્યું. ભોજન આપીને, એ માણસ ચાલ્યો ગયો. સાનુદેવે આવીને, ઘોડેસવારોની વાત કરી, અને પાસે બેસીને બંનેને ભોજન કરાવ્યું. ભોજન કરાવીને, બંનેને સાનુદેવે પોતાના સાર્થમાં લઈ આવ્યો. રાત પડી ગઈ હતી. શાન્તિમતીએ એવી રીતે ઘુંઘટ કાઢ્યો હતો કે રાજપુરમાં કોઈ સ્ત્રી-પુરુષ તેને ઓળખી જ ના શકે.
સાનુદેવે તેમને એક નાનકડો અને સર્વ સુવિધાવાળો તંબૂ આપ્યો. કુમાર અને ત્તિમતી નિર્ભય બનીને, તેમાં રહી ગયાં. કુમારે શાન્તિમતીને કહ્યું :
ખરેખર, સાનુદેવનો સ્નેહ નિર્દભ અને નિઃસ્વાર્થ છે. એનું મન નિર્મળ છે.' ‘નાથ, આપનું પુણ્ય જ એવું છે કે આપ જ્યાં જાઓ ત્યાં ચંપા વસી જાય! જુઓને, નાની ચંપાનગરી વસી જ ગઈ છે ને અહીં!'
“આ સાનુદેવ, આપણને કોઈ જ અવગડ નહીં પડવા દે. પરંતુ હવે યથેચ્છ વિચરણ નહીં કરી શકાય, જ્યાં સુધી આ સાથે સાથે આપણે છીએ!”
એમ કેમ? જ્યાં જ્યાં સાર્થ પડાવ નાખશે, ત્યાં આપણે વનવિહાર કરવા નીકળી પડીશું!'
“એ તો જેવી રીતે આપણે આપણા નગરમાં સાંજે ફરવા જઈએ. થોડે દૂર જઈને, પાછા ફરીએ, એના જેવું છે. શું સાનુદેવ આપણને રાત્રિના સમયે જંગલમાં રહેવા દેશે ખરો? નહીં ને?'
“ના, રાત્રિના સમયે તો એ પોતે આપણને શોધવા નીકળી પડે!' શાન્તિમતી સાનુદેવ પ્રત્યે સભાવવાળી બની હતી. સાનુદેવ પ્રતિદિન ખૂબ કાળજી રાખતો હતો, કુમારની અને શાન્તિમતીની. એણે એક શિબિકા આપી હતી. એટલે ચાલવાનું પણ નહીંવતું હતું. શિબિકા ઉપાડનાર માણસો એ બંનેને ઉપાડતા હતા.
૧૦૬૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only