________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99077
શાનદેવે કહ્યું: ‘મહારાજકુમાર, મારી ભાવપૂર્ણ પ્રાર્થના છે કે આપ બંને મારા સાથે સાથે જ પ્રયાણ કરો. હું પણ તામ્રલિપ્તી તરફ જઈ રહ્યો છું. તમે જો સાથે આવશો તો મને ખૂબ આનંદ થશે.” સાનુદેવ કુમારનો સમવયસ્ક હતો. કુમારે કહ્યું સાનુદેવ, તારો પ્રેમ છે, તારી મૈત્રી છે, એ જ મારે મન ઘણું છે. પરંતુ હું તારી સાથે નથી આવી શકતો.'
પરંતુ શા માટે ના પાડો છો?' તમારા આવવાથી.. તમારી યત્કિંચિત્ સેવા કરવાની મને તક મળશે.'
સાર્થવાહપુત્ર, તને ખબર નથી. અમે મહારાજાને કહ્યા વિના સપ્રયોજન નીકળી ગયાં છીએ. અમને શોધવા માટે પિતાજી આકાશપાતાળ એક કરશે. ચારે દિશાઓમાં અમને શોધવા ઘોડેસવારો મોકલશે. તારો સાથે જોઈને... તેઓ સાર્થમાં અમને શધશે., તો અમારું પ્રયોજન સિદ્ધ ન થાય.
સાનુદેવ એમ વાત પડતી મૂકી દે તેવો ગમાર ન હતો. એ ઈચ્છતો હતો કે આ બંનેને સાથે લઈ જવાથી, રાજપુરના રાજાની કૃપા પ્રાપ્ત થવાની જ. રાજપુરનરેશની એકની એક પુત્રી શાન્તિમતી છે ને એના પર અપરંપાર સ્નેહ છે. એટલે તેણે કુમારને કહ્યું
“હે મહારાજકુમાર, જ્યાં સુધી આપને શોધનાર ઘોડેસવારો અહીં ના આવે ત્યાં સુધી હું અહીં રોકાઉં છું. તેઓ આગળ ચાલ્યા જાય, પછી તમને સાર્થમાં છુપાવીને આપણો તામ્રલિપ્તી તરફ આગળ વધીશું.'
કુમારને લાગ્યું કે “આ લપ ક્યાંથી વળગી?' તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું: સાનુદેવ, તું વધારે આગ્રહ ના કર. અમારા કારણે તારે અહીં વધુ રોકાવાની જરૂર નથી. તું અહીંથી પ્રયાણ કરી જા. અમે અમારી રીતે આવીશું.”
સાનુદેવે ગળગળા થઈને કહ્યું: “કુમાર, આ રાજકુમારી મારી બહેન ખરી કે નહીં? મને શું બહેનની સેવા કરવાનો અવસર નહીં આપો?” સાનુદેવની આંખોમાં આંસુ જોઈને, શાન્તિમતીની આંખો પણ ભીની થઈ ગઈ. કુમારે શાત્તિમતી સામે જોયું.... ને તરત જ સાનુદેવને કહીં દીધું: ‘તારો આટલો બધો આગ્રહ છે, તો ભલે અમે સાથે આવીશું. હમણાં તું તારા સાર્થમાં જા. આ વાત સાર્થમાં કોઈને કરીશ નહીં. અને અહીં આવીશ નહીં. શાન્તિમતીની વાત કોઈને કરીશ નહીં.”
આપની બધી આજ્ઞા હું માનું છું. આપે મારા પર મોટી કૃપા કરી છે. સાનુદેવ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૭૭
For Private And Personal Use Only