________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગતી હતી. એ ગળા પર ગોઠવાયેલો ચહેરો આ ધરતી પરનો ન હતો. એનું ઘડામણ એવું હતું, જે કલ્પનાતીત હતું. તેની હડપચી, તેના હોઠ, તેનું નાક, તેની આંખો, તેની ભમ્મરો, તેના કાન મને અપ્રતિમ લાગતાં હતાં. એ હકીકત હતી કે શાન્તિમતી જેવી રૂપાળી, સવગ સુંદર સ્ત્રીની આકૃતિ મેં ક્યારેય જોઈ નથી. તેની કાળી ગોળ આંખોમાં કાજળભીનો ચળકાટ છે. તેને જોઈને, મારા આખા શરીરમાં તોફાન ઊઠે છે. મારા મનમાં તીવ્ર આસક્તિ અને શરીરમાં રોમાંચ થાય છે.
“શાન્તિ...' કુમારના હોઠમાંથી અવાજ નીકળ્યો. શાન્તિમતી જાગી ગઈ. “શું થયું સ્વામીનાથ?” તે પલંગમાં બેઠી થઈ ગઈ. તેના ચહેરા પર બારીમાંથી આવતા ચંદ્રનું અજવાળું પડતું હતું. કુમારે પૂછ્યું: “શાન્તિ, હવે તું સ્વસ્થ છે ને?” કુમારે જમણો હાથ એના માથે મૂક્યો. તે ઝૂકી ગઈ અને બોલી:
નાથ, આપના સાન્નિધ્યમાં સારું જ છે. હવે તને તારા વિષધરને ભય સતાવતો નથી ને?' સતાવે છે, એ જ આપણને શાન્તિથી, નિર્ભયતાથી નહીં જીવવા દે.” તું નિર્ભય બન. હું તારી પાસે છું. પછી ભય શાનો?”
શાન્તિમતી મૌન થઈ ગઈ. કુમાર પણ મૌન રહ્યો. મોડી રાત્રે બંને નિદ્રાધીન થયાં.
૦ ૦ ૦. વિષેણના ખંડમાં અજંપો હતો. ત્યાં એક જ વાત હતી: “સેનકુમાર મરવો જ જોઈએ.’ વિષેણ એક નિર્ણય પર આવ્યો હતો. હું પોતે જ કુમારને મારીશ. મને મારતાં આવડે છે.” મિત્રોનો આગ્રહ હતો કે “તમે જાતે આ કામ ના કરો. જો મહારાજાને ખબર પડશે તો હવે દેશનિકાલની સજા કર્યા વિના નહીં રહે.”
જે થવું હોય તે થાઓ. મને પરિણામની ચિંતા નથી, પણ હવે હું એ સજ્જનના બચ્ચાને જીવતો નહીં રહેવા દઉં.” વિષેણ તીવ્ર આવેશમાં હતો. પણ અમે તમને એકલા આ કામ માટે નહીં જવા દઈએ.' એક મિત્ર બોલ્યો. ભલે, તમારે સાથે આવવું હોય તો આવજો. પરંતુ કામ હું પતાવીશ.' “કેવી રીતે પતાવવાની યોજના છે?”
“મને પાકા સમાચાર મળ્યા છે કે એ અને એની પત્ની, બે જણ થોડા જ દિવસમાં અહીંથી પૂર્વ દિશામાં જે રાણીઘાટ છે. જે ભાગમાં નદીનું પાણી ભેગું થાય છે... એ સુંદર જગ્યા છે, ત્યાં ફરવા જવાનાં છે. ત્યાં ખીણો છે, વૃક્ષઘટાઓ છે... સોહામણો પ્રદેશ છે. મારી યોજના ત્યાં કામ પતાવીને, ચૂપચાપ પાછા આવી જવાની છે.” પણ આ યોજનાની ગંધ પેલા સિંહના બચ્ચાને ના આવવી જોઈએ. આપણે
ભાગ-૩ + ભવ સાતમો
૧0૮
For Private And Personal Use Only