________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[૧પCHI
વર્ષાનાં ઊભરાતાં પાણીથી ઉન્માદ અનુભવતી સરયૂ પણ ઘડીભર, શાન્તિમતીના રૂંધાયેલા શ્વાસની જેમ થંભી ગઈ. બ્રહ્માંડ પણ જાણે સ્થિર થઈ ગયું હતું. કુમાર અને શાન્તિમતીના શ્વાસ પણ થંભી ગયા. વૃક્ષની ડાળીઓની જેમ, શાન્તિમતી, સુસવાટ અનુભવતી હતી, આકુળ વ્યાકુળ બની ગઈ હતી.
શાન્તિમતીએ કુમાર સામે જોયું, તેના હોઠ ખૂલ્યા: “નાથ, હવે એ તમારા ભાઈને હું વિષધર કહું છું, એ વાત સમજાઈને? હવે તમે જ કહો, આપણાથી ચંપામાં રહેવાય ખરું? આ તો આપ કુશળ છો, નિર્ભય યોદ્ધા છો... એટલે એને પહોંચી વળ્યા, તે છતાં છરીનો ઘા તો કરી જ દીધો. હવે પહેલું કામ આ ઘા પર વનસ્પતિનો રસ રેડી, એના પર પાટો બાંધી દઈએ.”
કુમારે વનસ્પતિ શોધી કાઢી. એનો રસ કાઢી, ઘા પર નાખ્યો. શાન્તિમતીએ એના કપડાનો પાટો બાંધી દીધો. બંને પાછા એ જ નીલા આરસના ઓરસિયા જેવી જગ્યા પર બેસી ગયાં. બંનેએ થોડોક નાસ્તો કર્યો, પાણી પીધું અને આડાં પડ્યાં. કુમારે ધીમા સ્વરે વાત શરૂ કરી.
“પિતાજીને વિષેણ પ્રત્યે અણગમો થવાનું કારણ, આજે મને સમજાયું. અત્યાર સુધી લાગતું હતું કે પિતાજી વિષેણને અન્યાય કરી રહ્યા છે. પરંતુ પેલા દિવસે... પિતાજી વિષણને દેશનિકાલની સજા કરતા હતાં, તેનું કારણ સાચું હશે. મેં એ સજા માફ કરાવી હતી. માતાજી પણ અનેકવાર બોલે છે: “આપણા ઉત્તમ કુળને કલંક લગાડનાર આ અધમ પુરુષ છે.” આમ કહીને, એ શોક કરે છે. શાન્તિ, આ બધી વાતો આજે સ્પષ્ટ થઈ છે.” ‘પણ આવું કરવાનું કોઈ કારણ તો હશે ને?'
એક જ કારણ સમજાય છે મને. એના મનમાં એમ લાગી રહ્યું હશે કે પિતાજી મને તેમના ઉત્તરાધિકારી બનાવશે. રાજ્ય મને મળશે. રાજ્ય એને નહીં મળે. માટે એ જો મને જ મારી નાખે તો એનો રસ્તો સાફ થઈ જાય. રાજ્યનો ઉત્તરાધિકારી એ બને, રાજ્ય એને મળે, એના મનમાં રાજ્યનો લોભ જાગ્યો હોય, એમ મને લાગે
શાન્તિમતીએ કહ્યું: “માતાજી બીજી વાત કરતાં હતાં. તેઓ કહેતાં હતાં કે સેનની પ્રશંસા વિષેણથી સહન થતી નથી. કોઈ પૂર્વજન્મનું વેર ચાલ્યું આવતું લાગે છે. નહીંતર સેન બધાને વહાલો લાગે છે. વિષેણને કેમ સારો ના લાગે? સેનના ગુણો, સેનનું પરાક્રમ, સેનનું રૂપ, બધું જ એના તરફ પ્રેમ ઉપજાવે એવું છે, પછી વિષેણને
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૬૧
For Private And Personal Use Only