________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ સ્નેહ નથી જાગતો? પૂર્વજન્મનાં કર્મોને જ બાધક માનવાં જોઈએ.’
એ વાત સાચી છે. મૂળ કારણ તો જીવાત્માનાં પોતાનાં સંચિત કર્મો જ હોય છે. અનંતર કારણ મને રાજ્યલોભ દેખાય છે. પણ શાન્તિ, હવે મને ચંપામાં રહેવું નિરર્થક લાગે છે. વિષેણની અશાંતિનું, એના ઉદ્વેગનું મૂળ કારણ હું છું. સાથે સાથે એ સ્વજન, આપણા ઉગનું કારણ બન્યો છે. એટલે ચંપાનો ત્યાગ કરવો હવે અનિવાર્ય છે.”
પરંતુ અત્યંત સ્નેહથી ભરેલી તમારી માતા છે. એને તમારા પર કેવો અગાધ પ્રેમ છે, મેં જોયું છે, એને મોઢે તમારી મોંફાટ પ્રશંસા સાંભળી છે. જેને પોતાના પેટમાં નવ મહિના પોપ્યો છે એ પુત્રને તો એ ભૂલી ગઈ છે. તમને જ એ સાચા હૃદયથી પુત્ર માને છે. પ્રેમ કરે છે. શું એ માતા તમને ચંપા છોડવા દેશે? નાથ, પ્રેમનું બંધન, લોખંડની સાંકળો કરતાં પણ કપરું હોય છે. તમારા પિતાજી પણ તમને કેટલા ચાહે છે? ખરેખર એ તમને જ એમના ઉત્તરાધિકારી સમજે છે. તમારા પિતાએ જેમ એમના નાના ભાઈને રાજા બનાવ્યા તેમ તમારા આ કાકા તમને રાજા બનાવવા ઈચ્છે છે. તમને એમના પ્રેમનો પરિચય છે જ. શું તેઓ તમને ચંપા છોડીને જવા દેશે?'
શાન્તિમતી અસ્મલિત બોલ્યા જતી હતી. આ રીતે પહેલી જ વાર એ સેનકુમાર સાથે નિઃસંકોચ વાત કરી રહી હતી. નીરવ શાન્તિમાં અને આલ્હાદક વાતાવરણમાં એ ગંભીર વાત કરી રહી હતી. મેં એને જવાબ આપ્યો.
શાન્તિ, તારી વાત મેં સાંભળી, પ્રશ્ન માત્ર એમના મારા પ્રત્યેના પ્રેમનો જ નથી; મારો પણ એમના પ્રત્યે પ્રગાઢ પ્રેમ છે. મને જન્મ આપનારાં મારાં માતાપિતાનો પ્રેમ મને મળ્યો હતો, પરંતુ તેઓ મોહનાં બંધનોને તોડી, સાધુ-સાધ્વી બની ગયાં.
તેઓએ સ્નેહહીન જીવન સ્વીકારી લીધું. પરંતુ હું સ્નેહહીન જીવવા માટે ક્યાં તૈયાર થયો હતો? મને પ્રેમ આપ્યો તારપ્રભાએ! મને સ્નેહ આપ્યો મહારાજા હરિપે! તેમણે મને ભત્રીજા નથી માન્યો, પુત્ર જ માન્યો! અને પુત્ર કરતાંય વધારે પ્રેમ આપ્યો.
હવે એ માતા-પિતાનો ત્યાગ કરવાનો મારો વારો આવ્યો છે. મારું મન આજે પોકારે છે. મારે ચંપા છોડીને, ચાલ્યા જવું જોઈએ. કર્તવ્યની ખાતર મારે મારા સ્નેહનો, પ્રેમનો ભોગ આપવો પડશે.
શાન્તિ, એમની રજા લેવા તો જવાય જ નહીં. આવી પરિસ્થિતિમાં આપણે જ જે તે નિર્ણય લઈને, એ નિર્ણય અમલમાં મૂકવો જોઈએ. તું કદાચ પૂછીશ કે “પછી એમને જ્યારે ખબર પડશે ત્યારે શું થશે?” એ વિચાર પણ આ તબક્કે મને જરૂરી લાગતો નથી. ૧092
ભાગ-૩ ( ભવ સાતમો
For Private And Personal Use Only