________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય. છતાં બળદગાડું જઈ શકે તેવો પહોળો હતો. મોટા ભાગે એ રસ્તો સપાટ હતો. છતાં એ રસ્તે જંગલી જાનવરોનો ભય રહેતો હતો. શાન્તિમતી સાથે હતી એટલે કુમારે તલવાર અને બે નાની કટારીઓ સાથે રાખી હતી. એક નાની છરી કુમારે શાન્તિમતીને આપી હતી. શાન્તિમતીએ માનવાળી કરીને પોતાની કમરે છૂપાવી હતી.
સેનકુમાર, જંગલી જાનવરની માફક સાવધાન હતો, કાન બરાબર સરવા રાખીને, તે શાન્તિમતી સાથે આગળ વધતો હતો. જંગલના ચિત્રવિચિત્ર અવાજો વચ્ચે અજબ સન્નાટો વર્તાતો હતો. લગભગ ચાર કલાક એ બંને ચાલ્યાં હશે, કાળાડિબાગ અંધકારમાં ચંપાવાસની બહારની કુળદેવીની દેવડીનો આભાસ થતો હતો.
શાન્તિ, આપણે ચંપાવાસના પાદરની પાસે પહોંચી ગયાં છીએ.” શાન્તિમતીએ કુમારનો ડાબો હાથ સજ્જડ પકડી રાખ્યો હતો. ધીરે ધીરે તેઓ કુળદેવીની દેવડી પાસે પહોંચી ગયાં.
આપણે સૂર્યોદય થાય ત્યાં સુધી અહીં જ બેસીએ. પછી આપણે ગુપ્તસ્થાન શોધવું પડશે. કારણ કે ચંપાથી રાજપુર જવાનો આ જ રાજમાર્ગ છે. આપણને શોધવા માટે આવતી કાલે જરૂર ચંપાના ઘોડેસવારો અઠ્ઠથી પસાર થશે. આપણે કોઈની નજરે ચઢવું નથી. આ માર્ગ તામ્રલિપ્તીનગરી તરફ પણ જાય છે. આપણે તામ્રલિપ્તી તરફ જઈએ.'
શાન્તિમતીએ કહ્યું: ‘જેમ આપને ઉચિત લાગે, તે મને કબૂલ છે. કારણ કે આ પ્રદેશના આપ જાણકાર છો.”
કુમારે સૂર્યોદય થતાં, નજીકમાં એક ઘેઘુર ઝાડીવાળી જગ્યા પસંદ કરી. કુમાર પાસે ભાતું હતું. થોડે દૂર વહેતાં ઝરણામાંથી કુમાર મશકમાં પાણી લઈ આવ્યો. બંનેએ બેસીને, પહેલાં ભાતું ખાઈ લીધું. પછી એક જાડું વસ્ત્ર કુમારે પાથરીને, શાન્તિમતીને વિશ્રામ કરવાનું કહ્યું. પરંતુ એણે કુમાર સામે જોયું. કુમારે એને કહ્યું:
આ બાજુ જે કોતર દેખાય છે, તેથી આગળ જૂના સમયમાં એક મઠ હતો, એનો મહિમા ચંપા સુધી હતો. પેલી બાજુ તામ્રલિપ્તી સુધી હતો. પરંતુ મઠાધીશનું મૃત્યુ થયા પછી એ મઠનો મહિમા જતો રહ્યો. એ ચોર-ડાકુઓને છુપાવાનું સ્થાન બની ગયું એટલે ચંપાના રાજાએ મઠની ઈમારતને ધરાશાયી કરી દીધી. કુમારને વિચાર આવ્યો કે ખંડેર જઈ આવું તારે અહીં બેસવું હોય તો વિશ્રામ કર, અને સાથે આવવું હોય તો ઊભી થા!' શાન્તિમતી ઊભી થઈ ગઈ. કુમારે અને સાત્તિમતીએ તેમનો સામાન ઊંચકી લીધો. - થોડોક વિચાર કરીને, કુમારે દિશા નક્કી કરી. તેણે તલવાર હાથમાં રાખી. મ્યાન કમરે લટકતું રાખ્યું. ગીચ ઝાડીમાંથી બંને પસાર થયાં. કોતરો ખૂંદતા એ બંને મઠના વિસ્તારમાં ઘૂસ્યાં, ધીરે ધીરે રસ્તો કરીને, કુમાર મઠના ખંડેરો પાસે પહોંચ્યો. ૧૦૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only