________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાં આ ભય ઘૂસી ગયો હતો. એટલે એક દિવસ જ્યારે નગરના બાહ્ય ઉદ્યાનના લતામંડપમાં બંને બેઠાં હતાં ત્યારે શાન્તિમતીએ કહ્યું:
“નાથ, જ્યારથી હું ચંપામાં આવી છે ત્યારથી આપના માટે સમસ્યાઓ લઈને આવી છું. અહર્નિશ આપને મોતના ઓળા હેઠળ જીવવું પડે છે. અને તેથી મારા મનમાં હરહંમેશ ઉદ્વેગ રહે છે, ચિંતા રહે છે. શાન્તિમતીના અવાજમાં દર્દ ઊભરાયું. તેણે નિશ્વાસ નાંખ્યો. “આપણે જ્યાં સુધી પેલાં વિષધરની પાસે રહીશું, સુખી રહી શકવાના નથી. જોકે મને દયા આવે છે. મને એ નથી સમજાતું કે વિષધર શા માટે આવા હિચકારા પ્રયત્નો કરતો હશે? શું કામ ઝાંઝવાનાં નીરને ખોબલામાં ભરવા મથતો હશે?' શાન્તિમતીની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. કુમારે એ આંસુઓને પોતાના ખોબામાં ઝીલી લીધાં. શાન્તિમતીએ કુમારની આંખોમાં પોતાની આંખો પરોવીને
“નાથ, આજે હું બહુ બોલું છું નહીં?” તેણે ધીમા સ્વરે કહ્યું, કુમારે પણ બહુ કોમળ સ્વરે કહ્યું :
શાન્તિ, તું જે બોલે છે તે બધું જ મને ગમે છે, કારણ તારો અવાજ મને ખૂબ ગમે છે. તારી આંખોના પલકારા મને ગમે છે. તારા હોઠનો થડકાર મને ઉન્મત્ત કરી નાખે છે. છતાં તને કહું કે આજ કંઈ તું વધુ પડતી નિરાશ લાગે છે. શાન્તિ, તારી વાત સાચી છે. છતાંય આ સમસ્યાનો ઉકેલ નથી, તેવું હું નથી માનતો.'
મારા સ્વામી, હું તમને ખૂબ ચાહું છું. ક્ષેત્રદેવતાની સાક્ષીએ, પવિત્ર અગ્નિ શાખે મેં તમારી સાથે લગ્ન કર્યો છે. હું મનથી તમને વરી છું. તમે સામે ચાલીને, એ વિષધરના નિશાન બની જાઓ, એ માટે હું તમને નથી પરણી. મારે બધું ભસ્મીભૂત થતું નથી જોવું. મારા નાથ, જો આપ મને ખરેખર ચાહો છો તો આપણે આ ચંપા છોડીને, ક્યાંક ચાલ્યાં જઈએ.”
શાન્તિમતી, જુસ્સાથી, આવેગથી અને અંતરમાં ઊભરાતા સંવેગથી બોલતી હતી. તેની આંખોમાં આવેલાં આસું પણ બે પોપચાં વચ્ચે અટકી ગયાં.
કુમાર માનતો હતો કે વિષેણે મુસીબત ઊભી કરી છે. એ જવાન રાજકુમાર વધુ પડતો મનસ્વી છે, સ્વાર્થી છે. ભવિષ્યમાં એ ભારે મુસીબત ઊભી કરી શકે છે. ખેર, આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ માર્ગ કાઢવો જ પડશે. છેવટે શાન્તિમતીના ચિત્તના સમાધાન માટે પણ મારે વિચારવું પડશે. તેઓ બંને ઉદ્યાનમાંથી મહેલ તરફ જવાં રથમાં બેઠાં.
આખી રાત સેનકુમારના મનમાં શાન્તિમતીના શબ્દો ઘૂમરાતા રહ્યાં. શાન્તિમતી પાસે જ સૂતેલી હતી. છતાં કુમાર આંખો બંધ કરીને, એની કલ્પનામૂર્તિને જોત હતો, રાચતો હતો. તે વિચારવા લાગ્યો: ‘તેના શરીરના સમગ્ર કદના પ્રમાણમાં તેનું ગળું સહેજ વધારે લાંબું હતું, પણ તે થોડું લાંબુ હોવાના કારણે તે વધુ રૂપાળી શ્રી સમરાદિત્ય મહાકથા
૧પ૭
For Private And Personal Use Only