________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘કુમાર, ધર પુરુષને પછી, પહેલાં અમને સ્ત્રીઓને ગમવું જોઈએ! ઘર સ્ત્રીનું કહેવાય. કેમ શાન્તિમતી?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન્તિમતી શરમાઈ ગઈ. તે તારપ્રભાની એકદમ નજીક સરકી. તારપ્રભાનો હાથ પોતાના બે હાથમાં લઈ લીધો.
કુમારે કહ્યું: ‘હું પિતાજી પાસે જાઉં છું. તમે બંને અહીં જ રહેજો.’
કુમાર મહારાજા હિ૨ષેણ પાસે ગયો. મહામંત્રી ત્યાં જ બેઠેલા હતા, રાજપુરના લગ્નોત્સવની વાત જ ચાલતી હતી.
કુમાર મહારાજાની પાસે બેઠો. મહારાજાએ કહ્યું: ‘કુમાર, મહામંત્રીએ રાજપુરના લગ્નોત્સવની બધી વાત કરી. સાંભળીને મને અનહદ આનંદ થયો. આટલું બધું શંખરાજ કરશે, એ મેં નહોતું ધાર્યું.’
મહામંત્રીએ કહ્યું: ‘મહારાજા એકની એક અત્યંત પ્રિય પુત્રીને પરણાવવાનો ઉમંગ જ અપૂર્વ હોય છે. એમાંય શાન્તિમતીમાં તો કોઈ વાતે અધૂરાશ નથી. ખરેખર, કુમારનો અપૂર્વ પુણ્યોદય પ્રવર્તે છે.'
કુમારના મનમાં વિષેણકુમાર ઊપસી આવ્યો. તેણે વિચાર્યું; ‘અહીં આવ્યા પછી લગભગ બધા સ્વજનો મળી ગયા. વિષેણ નથી આવ્યો. હું જઈને એને મળું. એ મારો ભાઈ છે. જરૂર કોઈ અગત્યનાં કામમાં વ્યસ્ત હશે. નહીંતર મને મળવા આવે જ.’ તેણે મહારાજાને કહ્યું પણ ખરું. મહારાજાએ કોઈ ખાસ પ્રતિભાવ ના આપ્યો. એટલામાં મહારાણીનો સંદેશો આવ્યો, એટલે કુમાર ઉઠીને તારપ્રભા પાસે ગયો. તારપ્રભાએ કહ્યું: ‘હવે તું આને (શાન્તિમતી) લઈને મહેલમાં જા. એ બિચારી બેઠી બેઠી અકળાઈ જશે!'
૧૦૪૨
‘મા, હું વિષેણને મળીને આવું છું.’
‘ના, એને મળવાની જરૂર નથી. તું આને લઈને તારા મહેલમાં જા. વિષણને મળવું હશે તો એ તારા મહેલમાં આવશે.’
શાન્તિમતીની સાથે સેનકુમારે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો