________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેસીને, ચારે બાજુ ફરે છે ને બાજ નજરથી ઉદ્યાનમાં ધ્યાન આપે છે.'
ગમે તે થાય, જલદીથી જલદી, તમને સોંપેલું કામ થઈ જવું જોઈએ.’ વિષેણના આ માણસો મિત્રો ન હતા, ભાડૂતી માણસો હતા. એ હત્યારાઓ હતા. વિષેણને સેનકુમારની હત્યા કરાવવી હતી, એ માણસોને કહ્યું:
તમે હમણાં જાઓ. કુમાર ક્યારે એકાંતમાં હોય છે, તેની હું તપાસ કરાવીશ. યોગ્ય સમયે તમને બોલાવીશ. કુમાર એકાંતમાં હોવું જોઈએ અને શસ્ત્ર વિનાનો હોવો જોઈએ... નહીંતર એક છરીના પ્રહારથી પણ એ તમને ચારેને ભૂમિ ચાટતા કરી દે એવો પરાક્રમી છે.'
ચિંતા ના કરો કુમાર, અમે આવા ઘણા માણસોને ઉપર ભગવાન પાસે મોકલી આપેલા છે. હાલ અમને ચાર હજાર સોનામહોરો આપી. ઘર ચલાવવા જોઈએ.”
કુમારે (વિષેણે) એ ચારેને ૧-૧ હજાર સોનામહોરો આપીને વિદાય કર્યા. વિષેણે વિચાર્યું: “મારે હવે, એના મહેલમાં સેનકુમાર જ્યારે એકાંતમાં રહે છે એની તપાસ કરાવવી પડશે. બસ એ સમયે ચાર મારાઓને બીજા વેશે મોકલવા જોઈએ.'
કુમાર વિષેણે શાન્તિમતીની દાસી વિધુરાને સાધી. વિધુરા સરલ સ્વભાવની દાસી હતી. તેની પાસેથી વિષેણે કુમારની જીવનચર્યા જાણી લીધી. “કુમાર મોટા ભાગે મધ્યાહ્નકાળે એકાંતમાં આરામ કરતા હોય છે. શાન્તિમતી એ સમયે મહારાણી પાસે હોય છે.”
વિષેણે પેલા ચાર મારાઓને બોલાવીને, પોતાની યોજના સમજાવી. ચારેને ભગવાં વસ્ત્ર પહેરાવ્યાં. શરીરે ભસ્મ ચોળાવ્યો, દરેકના હાથમાં દંડ આપ્યો, પગમાં પાવડી આપી, બીજા હાથમાં કમંડલુ આપ્યું. દંડમાં ધારદાર લાંબી ગુખી છુપાવેલી હતી.
વિષેણ જાણતો હતો કે “સેનકુમાર સાધુ-સંતો પ્રત્યે આદરવાળો છે.' આ જાણકારીના આધારે વિષેણે મારાઓને સાધુવેષ પહેરાવ્યો હતો. “કુમાર આ સાધુઓને પોતાના મહેલમાં પ્રવેશ આપશે જ. બસ, પ્રવેશ મળે એટલે તરત જ એ લોકો કુમાર પર પ્રહાર કરી દેશે. ત્યાં ને ત્યાં કુમારનું પ્રાણપંખેરું ઊડી જશે. પછી મને પરમશાન્તિ મળશે. ગમે તેમ પણ કુમાર મરવો જ જોઈએ.’
જ્યારે સેનકુમાર ભોજન કર્યા પછી આરામ કરતો હતો ત્યારે પ્રીતમસિંહ ભોજન કરવા જતો હતો. ચાલુ આઠ-દસ સૈનિકો મહેલની બહાર ખૂબ ધીમા અવાજે વાતો કરતાં હતાં. કુમારને એમનો અવાજ ના સંભળાય, એટલી કાળજી રાખતાં હતાં.
સેનકુમારના ખંડમાંથી ઉદ્યાનના પૂર્વ ભાગને જોઈ શકાતો હતો. એ ભાગમાં
૧૦૪૪
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only