________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનકુમાર પર ખૂની હુમલો કરનારાઓ પર મહારાજા અત્યંત ક્રોધે ભરાયા હતાં. એક હત્યારાને જોરદાર લાત મારીને પૂછ્યું: “કહે, તમે લોકોએ આવું દુષ્ટ કાર્ય શા માટે કર્યું?'
હત્યારાએ કહ્યું: “અમારા દુર્ભાગ્યને પૂછો.' દુર્ભાગ્યને કોણે પ્રેરણા આપી છે?” રાજાએ પૂછ્યું, હે દેવ, અમે કંઈ જાણતા નથી.' “કોઈ પણ કાર્ય કારણ વિના બનતું નથી. આવું હિચકારું કૃત્ય કરવાનું કોઈ કારણ? તમે ક્યાંથી આવ્યા? તમને કોણે મોકલેલા છે?'
ચારેના મોઢાં પડેલા હતાં. મારની વેદનાથી કણસતા હતાં. એટલામાં દોડતો પ્રીતમસિંહ ત્યાં આવ્યો. તેણે કુમારના ખભે પાટો જોયો, ઘા કરનારા ચારે ત્યાં પડયાં હતાં ભૂમિ ઉપર, સિંહે એ ચારે ઉપર લાત ઝીંકવા માંડી. એ ચારે જણા ચીસો પાડવા માંડ્યાં. સેનકુમારે સિંહનો હાથ પકડ્યો.
બસ થયું, મારીશ નહીં.
ના ના મહારાજકુમાર, મને રોકો નહીં. હું ચારેને ચીરી નાખીશ. જો હું ત્યાં હોત તો આજે આ ચારેની લાશોની ઉજાણી કૂતરા કરતાં હોત... પણ હું ઘરે જમવા ગયો. અને દુષ્ટો મહેલમાં ઘુસી ગયા.'
મહારાજાએ કહ્યું: “પ્રીતમ, કામ બાકી છે. આ લોકો હજુ જબાન ખોલતા નથી. આમને આવું નીચ કામ કરવાની પ્રેરણા કોણે આપી? મારે એ નામ જાણવું છે.'
સિંહે કહ્યું: ‘મહારાજા, હું હમણાં જ આ દુષ્ટોને મુખે એ નામ બોલાવડાવું છું.' સિંહ દોડતો કુમારના મહેલમાં ગયો, ત્યાંથી પોતાનો ચાબુક લઈ આવ્યો. મીઠાના પાણીથી ભીંજવેલો ચાબુક લઈને, તે મહારાજાની પાસે આવ્યો. પહેલાં એણે સંનિકને કહ્યું: “એક એક થાંભલે આ ચારેને બાંધી દો.” - સૈનિકોએ બાંધી દીધા એ ચારેને. ત્યાર પછી સિંહે એક એક ઘાતક પર ચાબુક મારવા માંડ્યા. એક એકના શરીરની ચામડી ચીરાવા માંડી. અસહ્ય બળતરા થવા લાગી, ચીરાયેલી ચામડી પર બીજો ચાબુક ઝીંકાયો.... અને એ દુષ્ટોની આંખો પહોળી થઈ ગઈ. મહારાજાએ કહ્યું: “નામ આપો છો કે નહીં?”
અમને ચાબુક ના મારો. નામ કહીએ છીએ.'
બોલનાર દુષ્ટને, ઊછળીને પ્રીતમસિંહે એના લોખંડી હાથનો પ્રહાર કરી દીધો. તત્કાળ એ હત્યારાના મુખમાંથી લોહી વહેવા માંડ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૭
For Private And Personal Use Only