________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો હત્યારો બોલી ઊઠ્યો: ‘અમને અહીં સેનકુમારને મારવા માટે વિપેણકુમારે મોકલ્યા છે. એમની આજ્ઞાથી અમે આવ્યાં હતાં.”
વિષેણકુમારને શું પ્રયોજન? શા માટે સેનકુમારને મારવા તમને મોકલ્યા?”
એ અમે જાણતા નથી. અમને તો વિણકુમારે આજ્ઞા કરી, આ ભગવાં કપડાં આપ્યાં... અને દંડમાં છુપાવીને તીણ ગુપ્તી આપી... અને અમે આવ્યા.'
વિણકુમારની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે. એ દુષ્ટ છે. એ મારે જોઈએ જ નહીં. એણે મારા કુળને કલંકિત કર્યું છે.' મહારાજા રોષ અને વિષાદથી અસ્વસ્થ બની ગયા. “એ કુલાંગાર પાક્યો. એની માતાને ખબર પડશે ત્યારે એ શું કરશે? એ માથું પછાડીને, કલ્પાંત કરશે... માટે વિષેણને દેશવટો આપી દો અને એના આ માણસોને શૂળી ઉપર ચઢાવી દો.”
સેનકુમારે મહારાજાના બે હાથ પોતાના હાથમાં લઈને કહ્યું: “હે પૂજ્ય, આવા તુચ્છ માણસોની વાત સાંભળીને, માની ન લેવી. તપાસ કરાવો. બાકી વિણકુમાર મહાનુભાવ છે. સ્વજનવર્ગ પર ઈર્ષ્યા કરનાર નથી. એને પણ પોતાની ઉજ્જવલ કીર્તિ ગમે છે. નિર્મળ યશની એને અભિલાષા છે. આપનો પુત્ર છે પિતાજી! એ આવું આલોક-પરલોક વિરુદ્ધ કાર્ય કરે ખરો?”
“કુમાર, હવે તું તારા મહેલમાં જા, વિશ્રામ કર. હું મારી રીતે ન્યાય કરીશ. જા સિંહ, કુમારને એના મહેલમાં લઈ જા.'
સેનકુમાર મહારાજાના પગમાં પડી ગયો. તેણે કહ્યું: “પિતાજી, સાહસ ના કરો. જો સાહસ કરીને, વિર્ષાને શૂળી પર ચઢાવશો તો મને અતિ શોક થશે. અતિ દુઃખ થશે.'
કુમાર, અપરાધીને સજા કરવી જ જોઈએ. જ રાજ્યમાં અપરાધો ઓછા થાય. લોકો ખોટાં કામ કરતાં અચકાય, લોકો વિચાર કરે કે મહારાજાએ પોતાના અપરાધી પુત્રને પણ શૂળી પર ચઢાવી દીધો.. તો પછી બીજાને છોડે? ના જ છોડે.” માટે મને દાખલો બેસાડવા દે,”
નહીં પિતાજી, એક વાર ક્ષમા આપો, મારી ખાતર ક્ષમા આપો.'
ભલે, તારો આગ્રહ છે, તો ન્યાય કરવાનું કામ તને સોંપી દઉં છું. એમ કહીને, મહારાજા મહેલમાં ચાલ્યા ગયા.
રક
:
908
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only