________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ક્ષણમાં જ કુમાર ઊછળ્યો અને આગળ ઊભેલા બે સંન્યાસીને, એમના પેટ પર જોરદાર લાત મારી, ધૂળ ચાટતા કરી દીધા. પાછળના બે સંન્યાસીઓ પર વીજળીવેગે આક્રમણ કરી બે હાથેથી પ્રહાર કરી, રાડ પડાવી દીધી. એ બે દુષ્ટોની રાડ સાંભળી, ઉદ્યાનમાં કામ કરી રહેલા ઉદ્યાનપાલિકોએ શોરબકોર કરી મૂક્યો.
આ બાજુ કુમારે એ ચારે દુષ્ટોની ગુપ્તી છીનવી લીધી હતી. વારાફરતી એ ચારેની નાભિ ઉપર એક એક જોરદાર લાત મારી. જેથી એ લોકો ઊભા ના થઈ શકે.
ઉઘાનપાલકાઓ ચીસો પાડવા માંડી: “દોડો દોડો કોઈ બાવાઓ કુમારને મારે છે.' કુમારનો ખભો ચિરાયો હતો. તેમાંથી લોહી વહેતું હતું. કુમારનાં વસ્ત્રો લોહીથી રંગાઈ ગયાં હતાં.
મહેલના દરવાજા પાસે ઊભેલા સૈનિકો દોડી આવ્યા. એક સૈનિક મહારાજાને સમાચાર આપવા દોડ્યો. સૈનિકોએ ચારેને પકડ્યા. અધમૂઆ તો થઈ જ ગયા હતા. સેનિકોએ પોતપોતાની તલવારો ખેંચી કાઢી હતી. કુમાર બોલ્યો:
એમને મારશો નહીં. એ મરેલા જ છે. મરેલાને શું મારવા? નીચ-હલકા માણસો છે. હવે એ પરાધીન બની ગયા છે. તેમના પર દયા કરો. જોકે હવે આ હલકટ માણસોને જીવવાની કોઈ આશા રહી નથી. એ માને છે કે અમને અહીંથી કોઈ જીવતાં નહીં જવા દે, માટે મારો નહીં.'
એટલામાં મહારાજા હરિપેણ બે હાથમાં બે તલવારો સાથે દોડી આવ્યા. તેમણે સૈનિકોને આજ્ઞા કરી: “આ હત્યારાઓને પકડી, એમના હાથ-પગ બાંધી દો અને ચારેને મારા મહેલમાં લઈ જાઓ. હું અને કુમાર આવીએ છીએ.”
વૈદરાજ આવી ગયા. કુમારના ખભા પર, જ્યાં ઘા થયો હતો, તેને સાફ કરી, દવા લગાડીને, પાટો બાંધી દીધો. કુમારે મહેલમાં જઈને, વસ્ત્ર પરિવર્તન કર્યું. ઘાના ડાઘ બધા જ સાફ કરી દીધા.
મહારાજાએ સેનકુમારને પૂછ્યું: “આ બધું શું છે?' સેનકુમારે બનેલી વાત કહી બતાવી. રાજા બોલ્યા: ખરેખર, આ સાચા સંન્યાસી નથી જ. આ ઘાતકો છે. તેમણે સંન્યાસીનો વેશ ધારણ કરીને વેશને લજાવ્યો છે.'
“પિતાજી, આ કામ ખરેખર આ લોકોનું નથી લાગતું. જરૂર, કોઈએ આ લોકોને પૈસા આપીને, અહીં મોકલ્યા લાગે છે.
મહારાજા કુમારની સાથે પોતાના મહેલમાં ગયા. ત્યાં પેલા ચારેને મુશ્કેટાટ બાંધીને, જમીન પર નાખ્યા હતા. સૈનિકો ખુલ્લી તલવારે ઘેરીને ઊભા હતા.
૧૦૪s
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only