________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊભેલી કોઈ પણ વ્યક્તિ કુમારને જોઈ શકતી હતી, જો કુમારે એ બાજુની બારી બંધ ના કરી હોય તો. મધ્યાહ્નકાળે મોટા ભાગે કુમાર એ બારીને ખુલ્લી રાખતો. એ દિશામાંથી મંદ મંદ પવન, સુગંધી લઈને આવતો અને કુમારના ખંડમાં મહાલતો.
એકની પાછળ એક, એમ ચાર સંન્યાસી આવ્યા. કુમારના મહેલની બહાર, મહેલનાં પગથિયાં પાસે બેઠેલા સૈનિકોએ સંન્યાસીઓને હાથ જોડ્યા, મોટો દેખાતો સંન્યાસી બોલ્યો: “અમે દૂરના પ્રદેશમાંથી આવ્યા છીએ. અમારે સેનકુમારને મળવું છે.'
એક સૈનિક બોલ્યો: ‘બાબાજી, હમણાં કુમાર નહીં મળી શકે. એક કલાક પછી આવજો.”
અમારે અત્યારે જ મળવું જરૂરી છે. પછી અમારે બહારગામ જવું છે.” ધીરે બોલો, કુમારને આરામમાં ખલેલ પડશે.” બાવાઓ મોટા અવાજે બોલતાં હતાં. કુમાર અવાજ સાંભળીને, ઊભા થઈને બાવાઓને જોયા. કુમારે પોતાના ખંડની બારીમાંથી સૂચના આપી:
એ સંન્યાસીઓને આવવા દો.” સંનિકોએ કુમાર સામે જોયું. કુમારની આજ્ઞા સાંભળી, સંન્યાસીઓને લઈને સૈનિકો મહેલમાં ગયાં. સંત રાસીઓને કુમારે પ્રણામ કર્યા, કુમારે પૂછ્યું:
હે પૂજ્ય, અહીં આવવાનું અને મળવાનું પ્રયોજન શું છે?
હે રાજકુમાર, અમે જરૂરી કામે આવ્યા છીએ. વાત એકાંતમાં કરવાની છે, આપ પાસેના ઉદ્યાનમાં પધારો.”
સેનકુમાર સરળ પ્રકૃતિનો હતો. તેણે વિચાર્યું: “આ સાધુ-સંન્યાસીઓ પરોપકારી વાત્સલ્યવાળા હોય છે. તેઓ સંપૂર્ણ નિર્દોષ હોય છે.” તે એ સંન્યાસીઓ સાથે ઉદ્યાનમાં ગયો. પરંતુ રાજકુમારોની ટેવ મુજબ એ તલવારને પોતાના હાથમાં લઈ ગયો. - પેલા સંન્યાસી, કુમારની પાછળ પાછળ ચાલતા હતા. ધીરેથી ચોથા નંબરના સંન્યાસીએ દંડમાંથી ગુપ્તી બહાર કાઢી લીધી હતી. પછી ત્રીજા નંબરના સંન્યાસીએ કાઢી લીધી હતી. સેનકુમાર મહેલના પાછલા રસ્તેથી ઉદ્યાનની પશ્ચિમ તરફ વળ્યો હતો. ત્યાં એક નાનકડી પ-૭ વૃક્ષોની ઘટા હતી. એ ઘટામાં જઈને, કુમાર ઊભો રહ્યો. બોલ્યો: “કહો, તમારે જે વાત કહેવી હોય તે.” ત્યાં અચાનક એક સંન્યાસી કુમારની પાછળ પહોંચ્યો, ને કુમારની તલવાર છીનવી લીધી. બીજા સંન્યાસીએ કુમારને ઊભો ચીરી નાખવા કુમારના ડાબા ખભા પર તલવારનો પ્રહાર કર્યો. ત્યાં શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૫
For Private And Personal Use Only