________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારના ખંડમાં પ્રવેશ કરતાં કહ્યું. કુમારના માથે હાથ મૂક્યો; અને પૂછ્યું: “વત્સ, કેમ છે તને? ઘા દુઃખતો તો નથી ને?”
ના માં, નથી દુઃખતો. જલદી સારું થઈ જશે.” મહારાણીની પાસે આવીને શાન્તિમતી ઊભી રહી ગઈ. મહારાણીએ એનો હાથ પોતાની તરફ ખેંચી એના મુખ પર બે હાથ ફેરવીને કહ્યું: “શાન્તિ, કુમારની ચિંતા ના કરીશ. જલદી એને સારું થઈ જશે. અમારા રાજવૈદ કુશળ વૈદ છે. હું એમને મળીને આવી. તેમણે કહ્યું છે કે કુમારને સંપૂર્ણ આરામ કરાવો, તો ઘા શીધ્ર ભરાઈ જશે. માટે વત્સ, તારે સંપૂર્ણ આરામ કરવાનો છે.”
કરીશ મા. પણ તું મારી એક વાત માનીશ?” બેટા, તારી કઈ વાત મેં ના માની? કે તારા પિતાએ નથી માની? કહીશ?' “માની છે, બધી જ વાત માની છે. માટે કહું છું કે લોકોના બોલવાથી તમે વિષેણને સજા ના કરશો. વિષેણ પ્રત્યે અણગમો ના રાખશો. એની કોઈ ભૂલ નથી.
“ભલે, અમે તો કોઈ અપરાધીને સજા કરવાનાં નથી. સજા કરાવવાનું કામ, તારા પિતાજીએ તને સોંપ્યું છે ને? અને તે કોઈને સજા કરવાનો નથી! તું કોઈને અપરાધી માનતો નથી. કહે, આ રાજ્યમાં અનુશાસન ટકશે ખરું? અપરાધીઓને ક્ષમા આપતા રહેવાથી રાજ્યમાં અપરાધો વધવાના! રાજખટપટો વધવાની... અને
ક્યારેક રાજ્ય પર આપત્તિ આવવાની. કુમાર, તારા પરનો અખંડ રાગ, એ દુષ્ટ વિષણને સજા કરતાં રોકે છે. તું નારાજ થઈ જાય, એ અમને પાલવે એમ નથી. ખેર, જે બનવા લાયક હશે તે બનશે. ભલે મેં એને જન્મ આપ્યો છે. પરંતુ મારી કૂખે વિષધર જન્મ્યો છે. કોઈ પૂર્વજન્મનું વેર ચૂક્ત કરવા માં આવ્યો છે.
કુમાર અત્યારે તો તું બધી વાતો ભૂલી જા. તને જલદી સારું થઈ જાય એટલે બસ!” મહારાણીને જે કહેવું હતું તે, કહી દીધું. શાન્તિમતીને બધી ભલામણ કરી. મહારાણી થોડો સમય શાત્તિમતી સાથે વાતો કરતાં રહ્યાં. સેનકુમારને ઊંઘ આવી ગઈ. મહારાણી ચૂપચાપ ત્યાંથી ઊભા થઈને, પોતાનાં મહેલમાં ગયાં. બહાર ઊભેલાં પ્રીતમસિંહને પોતાની સાથે લીધો.
મહેલમાં જઈને, મહારાણી ગુપ્ત મંત્રણાખંડમાં પ્રવેશ્યાં. સિંહને પણ અંદર બોલાવ્યો. મહારાણીના મનમાં વિષેણનો ભય પ્રવેશી ગયો હતો. તેમણે સિંહને કહ્યું: સિંહ, વિષેણનું શું કરવું જોઈએ? એ દગાખોર છે. ક્યારે શું કરે, કંઈ ખબર ના પડે.”
‘માતાજી, આપ નિશ્ચિત રહો, સેનકુમારની રક્ષા કરવા હું મારા પ્રાણ પણ આપી દઈશ. એથી વિશેષ તો શું કહ્યું?”
મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે સિંહ! તું શૂરવીર યોદ્ધો છે. કુમારને તું સમર્પિત
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૧
For Private And Personal Use Only