________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજપુરોહિતે લગ્નની વિવિધ ક્રિયાઓ કરાવી. દેવ અને ગુરુજનોની પૂજા કરાવી. હસ્તમેળાપ કરાવ્યો. પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરાવ્યા.
રાજા શંખે આ પ્રસંગે વિપુલ કન્યાદાન આપ્યું; જમાઈનું સ્વાગત કર્યું. સામાન્તોના સન્માન કર્યા. નાગરિકોનાં અભિનંદન કર્યા. સ્વજનોને પરિતુષ્ટ કર્યા. આ રીતે લગ્નયજ્ઞ પરિપૂર્ણ થયો.
મહારાજા શંખે કુમારને આગ્રહ કરીને, થોડા દિવસ રાજપુરમાં રોકાવા વિનંતી કરી. જાન રોકાણી... પરંતુ હર્ષના-આનન્દના દિવસો પસાર થતાં વાર નથી લાગતી. એક દિવસ કુમારે, મહારાજા શંખની અનુમતિ લઈ, પ્રયાણની તૈયારી કરી. રાજારાણીએ ખૂબ દુઃખ અને વેદના સાથે સેનકુમાર અને શાન્તિમતીને વિદાય આપી.
ચંપાનગરીમાં ભવ્ય સ્વાગત-મહોત્સવ થયો. ચંપાની દિવ્ય શોભા જોઈને, શાન્તિમતીનું મન આનંદથી તરબોળ થઈ ગયું.
વર-વધૂએ મહેલમાં પહોંચીને, મહારાજા હરિપેણના ચરણોમાં પ્રણામ કર્યા. હર્ષવિભોર બનીને, મહારાજા હરિષેણે આશીર્વાદ આપ્યા.
વર-વધૂ ત્યાંથી ગયાં અંતઃપુરમાં. મહારાણી તારપ્રભા રાહ જ જોઈ રહી હતી. તેણે પહેલાં શાન્તિમતીને માથે હાથ મૂકીને.. પછી પોતાના બાહુપાશમાં જકડી લીધી. ઘૂંઘટ હટાવીને શાન્તિમતીને ચહેરો જોયો. શાન્તિમતીનું રૂપ જોઈને.. તારપ્રભાએ તીરછી આંખે સેનકુમાર સામે જોયું – “કુમાર, હવે તું મને ભૂલી જશે!'
કુમારે કહ્યું: “મા, દેવલોકની અપ્સરા મળે ને, તો પણ તને તો ના જ ભૂલી શકું! તને ભૂલું તો હું નગુણો કહેવાઉં. તે મને જે પ્રેમ આપ્યો છે, તે તો મારું અણમોલ સંભારણું છે. તારા ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકીશ?” કુમાર તારપ્રભાને ભેટી પડ્યો. શાન્તિમતીની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. તારપ્રભા પણ હર્ષથી ગગદ થઈ ગઈ.
તારપ્રભા, કુમાર અને શાન્તિમતી શાન્તિથી બેઠાં, કુમારે રાજપુરના લગ્નમહોત્સવની બધી વાત કરી, તારપ્રભાને ખૂબ આનંદ થયો. તારપ્રભા વાત કરતી હતી કુમાર સાથે, અને જોતી રહેતી હતી પત્તિમતીને!
તારપ્રભાએ કુમારને કહ્યું: “વત્સ, હવે તમારે બંનેએ બાજુના મહેલમાં રહેવાનું છે. એ મહેલને સુંદર બનાવ્યો છે. બધી જ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. મને વિશ્વાસ છે કે સાત્તિમતીને આ મહેલ ગમશે!'
મા, તેં જાતે દેખરેખ રાખીને, એ મહેલને તૈયાર કરાવ્યો છે, પછી એમાં કોઈ વાતે કમી ના જ રહે!'
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૪૧
For Private And Personal Use Only