________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યો હતો. તે પછી નવો રથ ચાલતો હતો. તેમાં માત્ર સેનકુમાર બેઠો હતો. રથના બે અશ્વોને મૂલ્યવાન આભૂષણો પહેરાવવામાં આવ્યાં હતાં. રથની જમણી બાજુ પ્રીતમસિંહ એના લાલ અશ્વ પર બેસીને, ચાલી રહ્યો હતો. તેની નજર ચારે બાજુ ફરતી હતી. ડાબી બાજુએ કુમારનો એક મિત્ર પૌરુષ ચાલી રહ્યો હતો. તે શસ્ત્રસજજ અને અશ્વારોહી હતી. કુમારની પાછળ બીજા ૫૦૦ સૈનિકો અથારૂઢ બનીને, ચાલી રહ્યા હતા. તે સૈનિકોની આગેવાની સ્વયં સેનાપતિ યોગેશે લીધી હતી.
સેનાપતિની સાથે મહામંત્રી હતા. તેમના માટે પાલખી રાખેલી હતી, પરંતુ નગરમાંથી નીકળતાં તેમણે અશ્વારોહણ કર્યું હતું. સૈનિકોની પાછળ સાજન-મહાજન હતું. યુવાન સ્ત્રીઓ નૃત્ય કરતી હતી. કન્યાઓ લગ્નનાં ગીત ગાતી હતી.
૦ ૦ ૦ પંદર દિવસની સતત સફર કરીને, જાન રાજપુરના સીમડામાં પ્રવેશી. મહામંત્રીએ મહારાજા શંખને સમાચાર મોકલાવ્યા. સંદેશવાહકે મહારાજાને સમાચાર આપ્યા. રાજાએ સંદેશવાહકને સ્વર્ણહાર ભેટ આપ્યો. રાજ્યના બે મંત્રીઓને જાનની સામે મોકલીને, નગરની બાહ્ય ધર્મશાળામાં જાનને રોકી દીધી. બીજી બાજુ મહારાજા શંખે નોકરોને આજ્ઞા કરી:
નગરના રાજમાર્ગોને સ્વચ્છ કરો. આ કારાવાસના સર્વ કેદીઓને મુક્ત કરી દો.
દીન-અનાથ-અપંગ લોકોને દાન આપો. આ બધી જ દુકાનો શણગારો.
માર્ગમાં ઠેર ઠેર નૃત્યો પ્રવર્તાવો. ક સપ્તરંગી ધજાઓ દરેક માર્ગ પર બંધાવો.
હર્ષને વ્યક્ત કરતો શંખધ્વનિ કરાવો. વાજિંત્રો વગડાવો.
નગરમાં અત્યારે જ ઘોષણા કરાવો કે ચંપાનગરના રાજકુમાર સેન, આપણી રાજકુમારી શાન્તિમતી સાથે લગ્ન કરવા પધારેલા છે. સંધ્યા સમયે જાનનું ભવ્ય સ્વાગત થશે. સ્વાગતયાત્રામાં દરેક નગરવાસીએ જોડાવાનું છે.
મારી હાથણીને શણગારો. અને અંતઃપુરમાં પણ આ સમાચાર કહેવડાવી દો. રાજાની એકેએક આજ્ઞાનો અમલ થયો. મહામંત્રીએ નગરની બહાર જ્યાં કુમારની જાન રોકાયેલી હતી ત્યાં જઈને, રહેવાની-જમવાની વગેરે વ્યવસ્થા કરી દીધી. કુમાર માટે બધી જ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દીધી. એક હજાર અશ્વો માટે પણ ચણાની ચંદીની વ્યવસ્થા થઈ ગઈ.
શ્રી સમરાદિત્ય મહાકથા
103
For Private And Personal Use Only