________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ILYઉપપA]
રાજાભા ભરાઈ.
સેનકુમારના વિવાહ, રાજપુરની શંખરાજની રૂપમતી કન્યા શાન્તિમતી સાથે કર્યાની જાહેરાત થઈ. સામંતોએ અને નગરશ્રેષ્ઠીઓએ વાતને વધાવી લીધી. • રાજમહેલના પ્રાંગણમાં વાંજિત્રો વાગવા લાગ્યાં. સૌભાગ્યવતી સ્ત્રીઓ સમૂહનૃત્ય કરવા લાગી. નગરને શણગારવામાં આવ્યું.
સેનકુમારને અનેક વધામણાં અને અભિનંદન મળવા લાગ્યાં. નગરમાં હર્ષ હિલોળે ચઢ્યો.
બસ, એકમાત્ર વિષેણ સભામાં ગેરહાજર હતો. એ પોતાના ખંડમાં બેસી રહ્યો હતો. એના મનમાં ઈર્ષ્યા અને રોષની આગ લાગી હતી.
જ્યારે એને ખબર પડી કે સેનકુમારને મારવા ગયેલા એના ચાર મિત્રોની, માર્ગમાં જ પ્રીતમસિંહે દુર્દશા કરી નાખી હતી. મરણતોલ કરી દીધા હતાં, ત્યારથી તો વિષેણે સેનકુમાર સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું, અને જ્યારે એની નજર સિંહ ઉપર જતી ત્યારે સિંહ પોતાની મૂછો મળતો હતો! વિષેણ તરત જ દૃષ્ટિ હટાવી લેતો હતો.
સેનકુમારે સિંહને કહી દીધું. રાતવાળી વાત કોઈનેય કરવાની નથી. જાણે કંઈ જ બન્યું નથી, એ રીતે વર્તવાનું છે. સિંહે કુમારની આજ્ઞાનું અક્ષરશ: પાલન કર્યું હતું. પરંતુ તે પછી તેની નજર હંમેશા વિષેણના ખંડ તરફ રહેતી હતી. પેલા ચાર મિત્રોએ વિષેણને ત્યાં આવવાનું છોડી દીધું હતું. વિષેણની સાથે તેઓ નગરની બહાર ગુપ્ત જગ્યાએ ભેગા થતાં હતાં. રોજ નહીં, ક્યારેક ક્યારેક વિષેણ વિચારતો હતો: “જ્યાં સુધી સેન જીવતો છે ત્યાં સુધી મને શાન્તિ થવાની નથી. એટલું જ નહીં, એ ક્યારેક ક્યારેક મારી હેરાનીનું નિમિત બને છે. હું એનું નામ સાંભળું છું.... ને મને લાહ્ય લાગે છે. એને જોવાની તો વાત જ ક્યાં?” વિષેણ અગ્નિશર્માનો જીવ હતો. સેનકુમાર ગુણસેનનો સમરાદિત્યનો) જીવ હતો! વિષેણ ભયંકર વિષધર હતો, તો સેનકુમાર શાન્ત કામધેનુ હતો. વિષેણના મનમાં સદૈવ સેનકુમારને મારી નાખવાની જ ભાંજગડ ચાલતી હતી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૩૭
For Private And Personal Use Only