________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી આગળ પૂછે એ પહેલાં, મહારાજા હરિપેણનો પ્રતિહારી બોલાવવા આવી ગયો. તેણે પ્રણામ કરીને, મહામંત્રીને કહ્યું: “મહારાજા આપને તત્કાલ બોલાવે છે. આપ અહીંથી સીધા રાજમહેલમાં પધારો.' મહામંત્રીએ પ્રતિહારીને વિદાય કરી, સિદ્ધપુત્રને પૂછ્યું: મહારાજા મને શા માટે બોલાવે છે?' સિદ્ધપુત્રે કહ્યું: “મહામંત્રી, રાજપુરના રાજાનો દૂત આવેલો છે. એ રાજદૂત શુભ સમાચાર લઈને આવ્યો છે. તેથી મહારાજાને અને તમને હર્ષ થશે.”
એ હર્ષ થવાનું કારણ શું હશે?' તે બતાવું છું. તે પૂર્વે તમે કોઈ શાસ્ત્રવચન બોલો.' મહામંત્રી બોલ્યા: “નયતિ નથછિનિનો’ સિદ્ધપુત્રે કહ્યું: “મહામંત્રીજી, આ રાજદૂત, રાજપુરની રાજકન્યા આપવા આવેલો છે. એ કન્યાના સ્વીકારથી મહારાજાને મહાઆનંદ થશે. બીજું, જે કુમાર સાથે આ કન્યાનાં લગ્ન થશે તે જ કુમાર, હાથમાંથી ગયેલી રાજ્યધુરાને ધારણ કરશે.
મહામંત્રી હર્ષિત થયા. તેમણે સિદ્ધપુત્રની પૂજા કરી, ઉચિત દાન આપી, સત્કાર કર્યો. સિદ્ધપુત્રને ભાવભરી વિદાય આપી. મહામંત્રી રાજમહેલમાં ગયા. મહારાજાના મંત્રણાખંડમાં પ્રવેશ કરી, મહારાજાને નમન કર્યું. મહારાજાએ મહામંત્રીને પોતાની પાસેના આસન ઉપર બેસાડ્યા.
મહામંત્રીએ મહારાજા સામે જોયું, પછી રાજદૂત સામે જોયું. મહારાજાએ મહામંત્રીને કહ્યું:
‘સુકૃત, રાજપુરના રાજા શંખે એમના દૂત સાથે સંદેશો કહેવડાવ્યો છે કે “મારા જીવનથી વધારે પ્રિય મારી શાન્તિમતી' નામની પુત્રી છે. તે કન્યા મારે તમારા કોઈ એક કુમાર સાથે પરણાવવી છે.'
મહામંત્રીએ કહ્યું: “મહારાજા, વાત ઘણી સુંદર છે. આ સંબંધ એકબીજાને અનુરૂપ છે. રાજદૂતનો સંદેશો સ્વીકાર કરો.” રાજાએ કહ્યું: “મહામંત્રી, મને તમારા પર વિશ્વાસ છે. તમે કહે તેમ કરીએ.'
મહામંત્રી બોલ્યા: “હે દેવ, આપના બે કુમાર છે. આપ એક કુમારનું નામ આપ.”
અહો, એમાં શું પૂછવાનું? આ કન્યા સેનકુમારની પત્ની બનશે.”
આપે યોગ્ય નામ સૂચવ્યું, હવે સામંતોને અને નગરજનોને આ વાત કરવી જોઈએ.”
એ લોકોને પછી વાત કરજો તમે, એ પહેલાં સેનકુમારની માતાને વાત કરવી પડશે, તેમને બોલાવો.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧03
For Private And Personal Use Only