________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયો. તે બોલી ઊઠ્યો: ‘મહામંત્રીજી, આશ્ચર્ય જુઓ, એ પુષ્પો અદૃશ્ય થઈ ગયાં!' મહામંત્રીએ વૃક્ષો પર જોયું. ખરેખર, પુષ્પો અદૃશ્ય થઈ ગયાં હતાં.
મહામંત્રી આશ્ચર્યમાં પડી ગયાં. “આવું થવાનું શું કારણ હશે? કોઈ જ્ઞાની પુરુષને પૂછવું પડશે.' મહામંત્રીએ પોતાના અંગત માણસને બોલાવીને કહ્યું: “નગરમાં તપાસ કર. જો કોઈ અષ્ટાંગ નિમિત્તનો જાણકાર જ્યોતિષી મહાપુરુષ મળી જાય તો એને વિનયપૂર્વક અહીં મારી પાસે લઈ આવ.'
ભાગ્યયોગે એ જ દિવસે અષ્ટાંગ નિમિત્તના જાણકાર એક સિદ્ધપુત્ર નગરમાં આવેલાં હતાં. તેમનું નામ હતું આમ્રકુંડ. મહામંત્રીનો માણસ તેમને મળ્યો. વિનયપૂર્વક તેમને મહામંત્રી પાસે લઈ જવામાં આવ્યાં.
મહામંત્રીએ સિદ્ધપુત્રનું સ્વાગત કર્યું. તેઓને એકાંતમાં ખંડમાં લઈ જઈને, મહામંત્રીએ ઉદ્યાનમાં અકાળે ખીલેલાં પુષ્પોની વાત કરી, અને એ પુષ્પોનાં અદૃશ્ય થઈ જવાની વાત કરી પૂછ્યું: “હે પૂજ્ય, આ ઘટનાનું ફળ મારે જાણવું છે.'
સિદ્ધપુત્રે થોડી ક્ષણ આંખો બંધ કરી, જ્ઞાનપ્રકાશમાં રાજમહેલનું ભવિષ્ય જોયું. ચંપાના રાજ્યનું ભવિષ્ય જોયું. તેમણે આંખો ખોલી. મહામંત્રી સામે જોયું. તેઓ બોલ્યા:
રાજ્યપરિવર્તન થશે, મહામંત્રીજી! અકાળે પુષ્પ ખીલ્યાં, એનો અર્થ અકાળે રાજ્યપરિવર્તન થશે. પરંતુ એ પુષ્પો થોડો જ સમય જ રહ્યાં, પછી અદૃશ્ય થઈ ગયાં. એ સૂચવે છે કે રાજ્યપરિવર્તન અલ્પ સમય માટે થશે.”
મહામંત્રીએ કહ્યું: “હે જ્ઞાની પુરુષ, આપે કહ્યું તે યથાર્થ છે. પરંતુ અકાળે રાજ્યપરિવર્તન ન થાય, તે માટે શું કરવું જોઈએ? આપ ઉપાય બતાવવાની કૃપા કરો.' સિદ્ધપુત્રે કહ્યું: જ દીન-અનાથને ઘનનું દાન આપો.
શાન્તિકર્મ કરો. ગુરુજનોનું પૂજન કરો. કે પરમાત્માનું પૂજન કરો.
મોટાં પાપોનો ત્યાગ કરો. આ ક્ષેત્રદેવતાનું પ્રતિદિન પૂજન કરો. મહામંત્રી, આ બધું કરવા છતાં રાજ્યપરિવર્તન તો થશે જ, પરંતુ નુકસાન નહીં થાય. અનર્થ નહીં થાય.” “હે મહાપુરુષ, રાજ્યપરિવર્તનનો અર્થ સ્પષ્ટ કરવા કૃપા કરશો.'
મહામંત્રી, રાજા બદલાશે!' 903
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only