________________
સવૈયા ર8 માતા પિતા સુત બધુ સખી જન મીત હિતુ સુખ કામિન કી; સેવક રાજિ મગજ વાજિ મહાદલ સાજિ રથી રથ નીકે, દુર્ગતિ જાય દુખી વિલલાય પર સિર આય અકેલે હું છેકે પંથ કુરંથ સુગર સમઝાવત ઔર સગે સબ સ્વારથહી કે ૧૫
જેમ કે પુરુષ વહાણુમાં બેસી ધન પ્રાપ્તિ માટે અનેક દ્વીપ માં જાય તેને હાથ રત્ન ચિંતામણિ આવે, પણ તેને પત્થર જાણું દરીઆમાં ફેંકી દે; તેમ જે જીવ ભવસાગરમાં ભમતાં ભમતાં પ્રધાન એ નરદેહ પ્રાપ્ત કરે છે પણ તેમાં ધર્મ માટે પ્રયત્ન કરતો નથી તે બનારસિદાસ કહે છે કે તે અજ્ઞાની છવ વ્યર્થ જન્મ ગુમાવે છે.
જેમ મૂઢ પુરુષ કલ્પવૃક્ષને જડમૂળથી ઉખાડી નાંખી ખેતરમાં ધતુરા વાવે; જેમ કે ક્રૂર કુબુદ્ધિવંત છવ ગિરિરાજ જે હાથી વેચી દઈ ગધેડું લે; જેમ કેાઈ મુરખ રત્ન ચિંતામણિ ફેંકી દઈ કાચના કકડામાં મન પરોવે, તેમ બનારસિદાસ કહે છે કે ધર્મને વિસારી જીવ અધર્મ એવા વિષય સુખની પ્રાપ્તિ માટે દેડે છે,
છે જેમ અવિવેકી, મતિહીન મનુષ્ય અંબાડી સહિત હાથી
સજજ કરી ઉપર લાકડાં લાદે, જેમ શઠ મનુષ્ય સુવર્ણના વાસણમાં ધૂળ ભરે, જેમ મૂઢ નર સુધારસથી પગ ધોવે, કાગડાને ઉડાડવા રત્ન ચિંતામણિ નાંખી દઈ જેમ મૂર્ખ મનુષ્ય રડે, તેમ બનારસિદાસ કહે છે કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી અજાણપણામાં -વ્યર્થ આ છવ એઈ નાખે છે.
માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્નેહીજન, મિત્ર, હિતસ્વી, સ્ત્રીનાં સુખ, સેવક, રાજ્ય, હાથી, ઘેડા, મહા સૈન્ય, સારથી અને સુંદર રથ એ બધાં માટે પ્રયત્ન કરતાં આ જીવ એકલેજ દુર્ગતિમાં જઈ