________________ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અંતેવાસી આર્ય જંબૂસ્વામી નામના જે કાશ્યપ ગેત્રીય હતાં તથા સાત હાથ શરીર પ્રમાણવાળા અને અત્યંત તેજસ્વી હતાં. પિતાના ગુરુદેવથી વધારે દૂર કે નજદીક નહિ એવા જબૂસ્વામી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતાં હતાં. એકદા શ્રદ્ધા–શંકા અને કુતૂહલવાળા થઈને પિતાના આસનથી ઉભા થયા અને જ્યાં પિતાના ગુરુદેવ બિરાજમાન હતા ત્યાં આવે છે. આવીને જમણી બાજુથી ફરતાં ત્રણવાર પ્રદક્ષિણા કરે છે. વંદન અને નમન કરે છે તથા વિનયપૂર્વક બંને હાથ જોડીને આ પ્રમાણે બેલે છેઃ સમવસરણમાં બાર પર્ષદાની વચ્ચે બિરાજમાન થઈને શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ “અનુતપપાતિક નામના નવમા અંગસૂત્રની તથા અર્થની આ પ્રમાણે પ્રરૂપણ કરી છે.” તે હે ગુરુદેવ! નવમા પછી દસમા અંગ તરીકે પ્રસિદ્ધ થયેલા પ્રશ્નવ્યાકરણ” સૂત્રને અર્થ શું છે? તે આપશ્રી મારા પર કૃપા કરીને ફરમાવે, જેથી કમશઃ દ્વાદશાંગીનું જ્ઞાન સંપાદન કરવાની સુલભતા પ્રાપ્ત થાય. આ પ્રમાણેની શિષ્યની વાત સાંભળીને આર્ય સુધર્માસ્વામીએ ફરમાવ્યું કે, હે જમ્મુ ! જ્યારે તમને દ્વાદશાંગી પ્રત્યે શ્રદ્ધા છે તે તમે સાવધાન થઈને સાંભળે. કેમકે આગમજ્ઞાન પ્રાપ્ત કરવામાં મન-વચન અને કાયાની અપ્રમત્ત અવસ્થા જ મુખ્ય કારણ છે. ભગવંતે કહ્યું હતું કે-દસમા અંગ પ્રશ્નવ્યાકરણમાં આશ્રયદ્વાર અને સંવરદ્વાર નામે બે તસ્કધ છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ અધ્યયન અને બીજામાં પણ પાંચ અધ્યયનની પ્રરૂપણુ કરી છે.