________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 3 તેવી રીતે સંવર-ધર્મ અને તેના ફળોનું વ્યાકરણ અર્થાત્ સ્પષ્ટીકરણ હોવાથી આ અંગનું નામ પ્રશ્નવ્યાકરણ સ્પષ્ટ છે. દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીના પાંચમા ગણધર તથા જૈનશાસનના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામીએ પિતાના શિષ્યતમ શ્રી જખ્ખસ્વામીના માટે આ સૂત્રની રચના કરી છે. પુસ્તકાંતરે આ વાતને આ પ્રમાણે કહી છે. તે કાળે અને તે સમયે ચંપા નામની નગરીમાં કેણિક રાજા રાજ્ય કરતા હતાં, તેને ધારિણી નામે રાણુ હતાં. એક દિવસે ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના અંતેવાસી સુધર્માસ્વામી જેઓ અગ્યાર ગણધરોમાં દીર્ધાયુષ્યવાળા હોવાથી જેનશાસનના પ્રથમ પટ્ટધર હતાં. જાતિ- કુળ-બળ-રૂપ–વિનયજ્ઞાન-દર્શન–ચારિત્ર-લજજા સમ્પન્ન તથા બાહ્ય અને અત્યંતર પરિગ્રહમાં લાઘવ સમ્પન્ન હતાં. ઓજસ્વી–તેજસ્વી–વર્ચસ્વી અને યશસ્વી હતાં. ક્રોધ-માન-માયા-લભ-નિદ્રા-પાચે ઇન્દ્રિયે, પરિષહોને જીતનારા હતાં. જીવન અને મરણના ભયથી મુક્ત હતાં. તપ ગુણ-નિર્લોભતા–વિદ્યા-મંત્ર-બ્રહ્મચર્યત્રત–નય-નિયમ-સત્ય-જ્ઞાન દર્શન અને ચારિત્રમાં પ્રધાન હતાં. ચતુર્દશપૂર્વના ધારક હતાં. મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવ જ્ઞાનવાળા હતાં. આવા સુધર્માસ્વામીજી પાંચ સેઅણગાર મુનિઓ સાથે એક ગામથી બીજા ગામે વિહાર કરતાં જ્યાં ચંપાનગરી હતી ત્યાં પધારે છે અને અવગ્રહની યાચના કરીને સંયમ તથા તપથી પિતાના આત્માને ભાવિત કરતાં વિહરે છે. તે કાળે અને તે સમયે આર્ય સુધર્માસ્વામીના