________________ 2 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર . સૂત્ર સાર સંગ્રહ” નામે ચાર ભાગમાં મેં વિવેચન કર્યું છે. તે પ્રમાણે જ આ પ્રસ્તુત આગમની પણ સેવા કરીશ. આગમ જ્ઞાનના જિજ્ઞાસુ પૂ. સાધુ-સાધ્વીજીઓને તથા આશ્રવ-સંવર તત્વનું સૂક્ષ્મ જ્ઞાન મેળવવાની ભાવનાવાળા શ્રાવક-શ્રાવિકાઓને માટે છેવટે મારા મતિજ્ઞાનના વિકાસ માટે પણ મારે પ્રયત્ન લાભદાયક બનશે. મૂળ સૂત્રની રચના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીની છે. જ્યારે ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી છે. - શ્રી અભયદેવસૂરીશ્વરજી કૃત મંગલાચરણ દેવાધિદેવ ચરમતિર્થકર શ્રી મહાવીરસ્વામિને મનવચન અને કાયાથી નમસ્કાર કરી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પર વૃદ્ધ પુરૂષને અનુસરનારી વ્યાખ્યાને હું કરું છું. પ્રસ્તુત આગમ સૂત્ર ખૂબ જ ગંભીરાર્થથી ભરેલું છે અને અમે અજ્ઞ છીએ, તેમજ હસ્તલિખિત પુસ્તક પણ ફૂટ છે અર્થાત્ પાઠ ફેરવાળી છે, તેથી વાચકે પિતાના મતિજ્ઞાનથી વિચારીને સૂત્રના મર્મને વિચારવાનું રાખશો. દ્વાદશાંગીમાં આ સૂત્ર દશમું અંગ છે, જેમાં મુષ્ટિ આદિના પ્રશ્નો હતાં અને જવાબ હતાં, પરંતુ અગમ્ય કારણે તે પ્રશ્નોત્તરો હવે આ સૂત્રમાં નથી, પણ પાંચ આશ્રવ અને પાંચ સંવર માટે પૂછાયેલા પ્રશ્નો અને તેના ખુલાસાઓ છે. મતલબ કે-આશ્રવ કોને કહેવાય? તેના ભેદ–પર્યાયે, સ્વભાવ તથા તેના ફળ શું હોઈ શકે ?