________________
૧૮
શારદા સાગર
લગામ વગરને ઘેડ અને અંકુશ વિનાને હાથી શું કરે? તે તમને ખ્યાલ છે ને? પાડી નાખે ને? તેમ જેના જીવનમાં તપ-ત્યાગ ને સંયમની બ્રેક નથી તે ઘડીકમાં શું કરશે? અધોગતિની ખાઈમાં જીવને પટકાવી દેશે. તે સિવાય બ્રેક વગરના જંગલી જેવા જીવનની કઈ પ્રતીત કે વિશ્વાસ કરતું નથી. બીજી વાત કહું, સાધક આત્મા પંચ પરમેષ્ટીનું શુદ્ધ ભાવથી સ્મરણ કરે ને જે લાભ મેળવે તે સંસાર સુખમાં રકત રહેનાર છ ખંડને અધિપતિ પણ મેળવી શકતો નથી. જેણે પિતાના અંતરાત્માને પરમાત્મા સાથે એકરૂપ બનાવી જગાડે ને અજ્ઞાનના કાળ પડદાને દૂર કરી આત્માને ઓળખે છે તેવા મહાન નિર્ચ થનું આ અધ્યયન છે. તેમણે આત્મ દ્રવ્યની પીછાણ કરી. આત્મા દ્રવ્યને લક્ષ્યમાં રાખ્યું. હવે ગુણ-પર્યાયની વાત કરું, પરાયાને છોડી સ્વગુણોને લઈ લેવા તે ગુણ. એ ગુણદ્વારા શાતા-અશાતા વિગેરે જાણવા જે સમય પ્રાપ્ત થયે તે જ્ઞાન પર્યાય આ વાતને સમજવા સ્થિરતા, સમજણ અને શ્રદ્ધાની જરૂર છે.
બંધુઓ! આ તે હજુ ભૂમિકા તૈયાર થઈ રહી છે. તમારે એક બંગલો બંધાવ હોય તે સર્વ પ્રથમ ઈજનેરને બોલાવે છે. ઈજનેર બારી બારણાને નકશે બનાવે છે. બંગલે તે હજુ હવે બાંધવાનો છે. વિચારીને નકશે દોરવો સહેલે છે પણ તરૂપે મકાન બનાવવું અઘરું છે. કારણ કે મકાન પૂરું થતાં સુધીમાં સ્લેપાટ ભરતા વરસાદ પડે આદિ અનેક મુશ્કેલીઓ આવે છે. તેમ હજુ આ પ્લાન દેરાઈ રહ્યા છે. આપણે ગઈ કાલે મહાન શબ્દની વ્યાખ્યા કરી. આજે નિગ્રંથ શબ્દની વ્યાખ્યા કરીએ. અહીં મહાન નિર્ચથને અધિકાર ચાલવાનું છે. નિગ્રંથને દ્રવ્ય-ક્ષેત્ર આદિની દષ્ટિએ મહાન કહ્યા નથી પણ જે મહાન પુરૂષ ક્ષાયિક ભાવમાં પ્રવર્તે છે તેમને મહાન કહ્યા છે. નિગ્રંથ કોને કહેવાય? જે દ્રવ્યથી અને ભાવથી બંધનકર્તા પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે અર્થાત્ જે દ્રવ્ય અને ભાવગ્રંથિથી મુક્ત થાય છે તે નિર્ચથ કહેવાય છે. દ્રવ્ય ગ્રંથિ નવ પ્રકારનીને ભાવગ્રન્થિ ચૌદ પ્રકારની છે. જે આ બંને ગ્રંથિઓને છેદી નાખે છે તે નિગ્રંથ કહેવાય છે. કેઈ વ્યક્તિ દ્રવ્યગ્રંથિ તે પૈસા, પુત્ર, પત્ની, ઘરબાર આદિને છોડી દે પણ જે કષાયાદિ ભાવગ્રંથિને છેડે નહિ તે નિગ્રંથ કહેવાય નહિ. નિર્ગથે તે નિશ્ચય અને વ્યવહાર એ બંને ગ્રંથિઓને છોડવાની જરૂર છે. “સૂયગડાયંગ સૂત્રમાં પણ નિર્ચ થે શબ્દની વ્યાખ્યા ભગવતે કરી છે. एत्थ वि णिग्गंथे एगे एग विऊ बुध्धे, संछिन्नसोए सुसंजते, सुसमिते, सुसामाइए, आयवायपत्ते विऊदुहओवि सोयपलिच्छिन्ने नो पूयासक्कारलाभट्ठी धम्मट्ठी धम्मविऊ नियागपडिवन्ने समियंचरे दंते दविए वोसट्टकाए णिग्गंथे वच्चे ॥"
જે સાધુ રાગ-દ્વેષ રહિત રહે છે. આત્મા એક જ પરલોકમાં જાય છે તે જાણે છે. જેણે આશ્રવના દ્વાર રેકેલા છે. જે તત્વને જાણે છે ને પ્રયજન વિના પિતાના