________________
૧૬
શારદા સાગર પારાવાર પરિશ્રમ કરે છે. કેટલી મુશીબતનો સામનો કરે છે. છતાં મરણના ભય આગળ એ ધનની પણ માણસને કિંમત નથી. પોતાનો જીવ બચાવવા માટે માણસ પિતાની અઢળક દેલત જતી કરવા તૈયાર થઈ જાય છે.
મનુષ્યને પિતાના કુટુંબ-પરિવાર પ્રત્યે ખૂબ મમતા હોય છે. સ્ત્રી અને પુત્રના સુખ સગવડ માટે ગમે તે કરવા તૈયાર થાય છે. પણ મરણને પ્રસંગ ઊભો થાય તે? તે તે સ્ત્રી કે પુત્રની તેને મન કાંઈ કિંમત નથી હોતી. મરણનો ભય એ સૈ સ્વજનોના સ્મરણનું વિમરણ કરાવે છે. અને માત્ર એ ભય જ તેના મનમાં જીત ને જાગતે રહે છે. આ ઉપરથી સમજી શકાય છે કે પ્રાણી માત્રને મરણને ભય કેટલે મૂંઝવે છે. દરેક જીવને નાની મોટી અનેક પ્રકારની ઈચ્છા રહે છે. જગતમાં ઈચ્છા વિનાને કેઈ જીવ નથી. પણ એ બધી ઈચ્છાઓમાંથી સૌથી વધુ અગત્યની અને સૌથી પ્રિય ઈચ્છા તે જીવવાની ઈચ્છા છે. નાના મોટા દરેક જીવો કઈ પણ ઉપાયે પિતાનું જીવન ટકાવી રાખવા માટે થાય તેટલા પ્રયત્ન કરે છે. જીવવાની આશા કેટલી પ્રબળ છે એ તો તમે સમજ્યા ને? પણ કયા ઉપાયે વડે જીવન ટકાવી રખાય? જીદગી કેવી રીતે લંબાવાય? મરણને ભય કેમ દૂર થાય? આનો જવાબ એ છે કે પૂર્વ જન્મમાં જે પ્રકારનું આયુષ્ય બાંધ્યું હોય, જેવા પ્રકારના કર્મો કર્યા હોય તે પ્રમાણે જીવવાનું બને છે. આયુષ્યની મર્યાદા એ પ્રમાણે વધુ ઓછી હોય છે. જીવવાની ઈચછા કરવી એ તે સ્વાભાવિક છે પણ ઈચ્છા કે અનિચ્છા રાખવાથી જીંદગી ટૂંકાવી કે લંબાવી શકાતી નથી. એવા ઘણા દાખલાઓ છે કે જેમાં મરણ માટે કેશીષ કરનારાઓ મર્યા નથી. આયુષ્ય હોવાથી બચી ગયા. કેલેરાના ઉપદ્રવમાં ફસાયેલા જીવો ભયંકર વ્યાધિમાંથી ઉગરી ગયા છે. સપદિક ઝેરી જંતુઓના ભંગ બનેલા અને પાણીમાં ડૂબેલા હજારો જીવ બચી ગયાના દાખલા છે. આ તે બધે અકસ્માત કહેવાય પણ જિંદગીથી કંટાળી મરવા માટે તત્પર બનેલા અને સામેથી મૃત્યુના મુખમાં જનારા આપઘાતના પ્રયત્ન કરનારા પણ કેટલાય બચી ગયા છે. આમાંથી આપણે એટલે સાર લે છે કે જીવવાની ઈચ્છા હોય કે ન હોય પણ જીવવું એ માણસના હાથની વાત નથી. અરે! મહાન પુરૂષને મારણાંતિક ઉપસર્ગ આવ્યા ત્યારે જેની આત્મત ઝળહળી છે તે કેવા સુંદર વિચાર કરે છે.
અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ ગંગા નદી નાવમાં બેસી પસાર કરતા હતા. વરી દેવતાએ નાવને ડેલમડોલ કરી નાવના લેકને ભરમાવ્યાથી લોકેએ જ મુનિને ઊંચકી નદીમાં નાખવા ઊંચે ઉછાળ્યા. ત્યાં જ દેવતાએ એમને ભાલા પર ઝીલ્યા. મુનિના શરીરમાં ભાલે ભેંકાવાથી શરીરમાંથી લેહી નીચે નદીમાં ટપકવા માંડયું. એ જોઈ અણિક પુત્ર આચાર્ય ચિંતવે છે કે અરે ! આ મારું લેહી નીચે પાણીના બિચારા સૂક્ષમ અસંખ્ય જીવોને હણું રહ્યું છે. ધિકકાર છે આ શરીરને! આ શરીરધારી સંસારા