________________
T
S
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જેતે હતું, તે તક આવી લાગી. શેઠ જ્યારે ગુરૂમહારાજને વન્દન કરવાને માટે ગયા, ત્યારે શ્રીધર અને શ્રીપતિ નામના તે બે બ્રાહ્મણ યુવકેને પણ શેઠ પિતાની સાથે લઈ ગયા. - આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજીની પાસે પહોંચીને શેઠે સર્વ અભિગમપૂર્વક આચાર્યશ્રીને વન્દન કર્યું અને તે પછી જ પિતે પિતાને ઉચિત આસને બેઠા. પેલા બે બ્રાહ્મણ યુવકે પણ હસ્તાંજલિ કરીને ત્યાં બેઠા. આચાર્યશ્રીએ એ બન્ને ય બ્રાહ્મણ યુવકની આકૃતિને શ્રેષ્ઠ લક્ષણેથી યુક્ત જોઈ અને એથી પ્રેમપૂર્વક કહ્યું કે-આ બન્નેની અસાધારણ આકૃતિ વ-પરને જીતનારી છે.” એ બન્ને બ્રાહ્મણ યુવકને પણ આચાર્યશ્રી તરફ ખૂબ જ આકર્ષણ થયું. તેમણે આચાર્યશ્રીની નિશ્રાને સ્વીકારવાનો નિર્ણય કર્યો અને આચાર્યશ્રીએ પણ તેમને દીક્ષાને યોગ્ય જાણીને દીક્ષા આપી.
દીક્ષા આપ્યા બાદ, એ બન્ને ય યુવાન મુનિઓને આચાર્યશ્રીએ સિદ્ધાન્તનો અભ્યાસ સારી રીતિએ કરાવ્યો અને તે પણ તપના નિધાન એવા યુગનું વહન કરાવવા પૂર્વક ! ગુરૂ પ્રેમથી વિધિ મુજબ સિદ્ધાન્તને ભણાવનાર હોય અને શિક શ્રદ્ધા અને વિનયથી વિધિપૂર્વક ભણનાર હોય–તેમાં ચ શિખે વિદ્વાન અને સૂક્ષ્મમતિને ધરનારા હોય, તે કમીના શી રહે? એ ભણતર કયું સુન્દર પરિણામ નિપજાવ્યા વિના રહે? એવું ભણતર તે અલ્પ કાળમાં જ ઘણું ભવ્ય પરિણામ નિપજાવે. અલ્પકાળમાં જ એ બન્ને ય મુનિઓએ સિદ્ધાંતને સુન્દર અભ્યાસ કરી લીધો.
આચાર્યશ્રીએ જોયું કે હવે આ બન્ને ય મુનિઓ