________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
અન્ને યુવકે મારા ગુરૂના શિષ્યા અને, તે કેવું સારૂ થાય ? કેમ કે- આ બંને ય શ્રીસંઘના ભૂષણ રૂપ અને એવા છે.”
વિચાર કરી કે શેઠને આવા વિચાર શાથી આવ્યા હશે ? શેઠના હૈયામાં કેટલી બધી ગુરૂભક્તિ વસી હશે ? શ્રી જિનશાસનની પ્રભાવના અને શ્રીસ ઘની શાભા તરફ શેઠનુ કેટલું બધુ લક્ષ્ય હશે ? પ્રતિભાશાલી આકૃતિ, ભારે વિદ્વત્તા, તેજસ્વિની બુદ્ધિ, શાન્ત પ્રકૃતિ અને જિતેન્દ્રિય પશુએ બધાને જોઈને, એ બન્ને બ્રાહ્મણ યુવકોનો બીજા કાઈ પણ પ્રકારનો ઉપયાગ કરવાનુ મન થાય નહિ અને તેઓને શાસનપ્રભાવક સાધુ બનાવવાનું જ મન થાય, એમાં શેઠના હૈયામાં રહેલા સાચા ધર્મરાગની પ્રતીતિ થાય છે.
33
તમને તમારાં સંતાનો અને આશ્રિતો માટે આવે વિચાર આવે ખરા ? તમારાં સંતાનો અને આશ્રિતા દેખાવડાં અને બુદ્ધિશાલી હોય તેમજ શાસનને ઉપયાગી થાય તેવાં હાય, તા તેમને શાસનને સમર્પી દેવાનુ તમને મન થાય કે તેમને પેઢી વગેરેમાં જોડી દેવાનુ' તમને મન થાય? પેઢી વગેરે તે આ ભવની ચીજ; તે ય પુણ્યાયને આધીન અને પાપનું કારણ; જ્યારે શાસનની આરાધના તે ભવાભવને માટેની ઉપયાગી અને નિયમા કલ્યાણની કરનારી. આમાં તા જે જોડે તેનું પણ કલ્યાણ થાય અને જે જોડાય તેનુ પણ કલ્યાણ થાય, તે છતાં પણ તમારૂં હૈયું કયી તરફ ઢળે ?
પેલા લક્ષ્મીપતિ શેઠ તેા, પેાતાના વિચાર કેમ અમલમાં આવે તે જોતા હતા. એવામાં આચાય શ્રી વધ માનસૂરિજી ધારાનગરીમાં પધાર્યાં. શેઠને લાગ્યું કે—જે તકની હું રાહુ
૩