________________
૩૧
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ એમનામાં સુન્દર ભવવિરાગ પ્રગટ તેમજ ચિત્યવાસની અનિષ્ટતા સમજાઈ. સાચું સમજાયા પછી સત્વશીલ આત્મા ઝાલ્ય રહે? એમણે તરત જ ચિત્યવાસને ત્યાગ કર્યો અને ભગવાનના શાસનના સુવિહિત માર્ગને સ્વીકાર કર્યો.
એ કાળમાં, ચૈત્યવાસીઓનું ઘણું જોર હતું અને સુવિહિત મુનિઓને સુવિહિત માર્ગનું પાલન કરવાની ઘણી મુશ્કેલી હતી. પાટણમાં તે ચિત્યવાસી આચાર્યોનું એટલું બધું જોર હતું કે કેઈ પણ સુવિહિત મુનિ પાટણમાં પેસી શકે નહિ. તે સમયે પાટણમાં જવાની હિંમત કેઈ સુવિહિત મુનિ કરે, તે તે મુનિને ઉતારાનું સ્થાન કેઈ આપે નહિ; કેમ કે-જે કઈ સુવિહિત મુનિ પાટણમાં જાય તેને તેમજ તે મુનિને જે કેઈએ મકાન વિગેરેને આશ્રય આપ્યો હોય તે તેને પણ, ચિત્યવાસી આચાર્યો રાજસત્તાને આશ્રય લઈને, હેરાન-પરેશાન કર્યા વિના રહેતા નહિ.
ચિત્યવાસી આચાર્યો તરફથી સુવિહિત મુનિઓને થતી આવી કનડગત, શ્રી વર્ધમાનસૂરિજીને ખૂબ જ ડંખતી હતી અને સુવિહિત મુનિઓને વિહાર નિરુપદ્રવ બને, એવી તેમના હૈયામાં તીવ્ર તમન્ના હતી, કારણ કે સુવિહિત મુનિમાર્ગ પ્રત્યે તેઓના અન્તઃકરણમાં અવિહડ રાગ હતે. ચિત્યવાસી આચાર્યો તરફથી સુવિહિત મુનિઓને થતી કનડગતને દૂર કરવાની બાબતમાં, શ્રી વર્ધમાનસૂરિજી પતે તે કાંઈ પણ કરવાને સમર્થ નહેતા, પણ જે કઈ સમર્થ મળી જાય તે એને એ મહાપુરૂષ સુવિહિત મુનિઓની કનડગતને દૂર કરવાની પ્રેરણા આપ્યા વિના રહે તેમ પણ નહોતા.