________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
સૂત્ર પ્રત્યે સમર્પિત ભાવવાળા જ બન્યા રહેવું જોઈએ. શ્રી જિનાજ્ઞાને અનુસરતું વર્તન ઓછા કે વધુ પ્રમાણમાં થઈ શકે અગર ન પણ થઈ શકે, તે પણ શ્રી જિનાજ્ઞાથી વિરૂદ્ધ બોલવા કે લખવા આદિથી તે સદાને માટે બચતા રહેવું જોઈએ. નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજા જેવા પણ ઉત્સુત્રપ્રરૂપણા રૂપ મહાપાપથી કેટલા બધા ડરતા હતા, એ જાણ્યું ને? એમના જેવાએ ઉસૂત્રપ્રરૂપણાનો ડર રાખવાનો હોય અને આપણે ઉસૂત્રપ્રરૂપણાનો ડર રાખવાનો ન હોય? જેમ અજ્ઞપણું વધારે હોય, તેમ ઉસૂત્રપ્રરૂપણ થઈ જવા પામે નહિ”—એની વધારે કાળજી રાખવી પડે; એટલે, આપણે તે, ઉસૂત્રપ્રરૂપણાથી ખૂબ જ ડરતા રહેવું જોઈએ. વળી શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ પિતાને અલ્પમતિ જડ જેવા આદિ તરીકે જણાવેલ છે, તે તેઓશ્રીની નિરહંકારતાને જ સૂચવે છે. તેઓશ્રી જ્ઞાની તો હતા જ, પણ તેઓશ્રીને પિતાના જ્ઞાનનો ઘમંડ નહોતે; કારણ કે-એ મહાત્મા સાચા પાપભીરુ હતા. શ્રી અભયદેવસૂરિજી મહારાજાને તે સુવિહિત માર્ગના દઢ ઉપાસક દાદાગુરૂને અને સમર્થ ગુરૂમહારાજાને વારસો મળે હતે.
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના દાદાગુરૂનું નામ શ્રી વર્ધમાનસૂરિજી હતું. પહેલાં તો એ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજા ચૈત્યવાસી હતા; એમની નિશ્રામાં એક–એ નહિ પણ રાશી શ્રી જિનમન્દિરે હતાં, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા સિદ્ધાન્તને અભ્યાસ કરવાથી તેમને સંસારનું સ્વરૂપ યથાર્થ રૂપમાં સમજાયું; અને એથી