________________
સ્ટ
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
ની વૃત્તિઓને રચવાની તેઓશ્રીને કદી કલ્પના પણ નહિ આવેલી. પેાતે એ વાતમાં પણ શક્તિ જ હતા કે‘મારામાં એવું સામર્થ્ય જ કથાં છે, કે જેથી હું નવ અંગસૂત્રોની વૃત્તિઓને રચી શકું ?” બીજી તરફ સૂચન શાસનદેવીનું હતું. આ કારણે શ્રીમાન્ અભયદેવસૂરિજીએ મનાવ્યગ્રતા અનુભવી અને તે વ્યગ્રતાને શાસનદેવી સમક્ષ પ્રગટ કરતાં કહ્યું કે-માતા ! હું તે અલ્પમતિ જ્ડ જેવા છું. ગણધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજીએ રચેલા ગ્રન્થાને યથાર્થ રૂપમાં જોવા જોગી બુદ્ધિ પણ મારામાં નથી, એટલે હું તેની વૃત્તિ રચું અને મારા અન્નપણાથી તેમાં જે કાંઈ પણ ઉત્સુત્ર મારાથી કહેવાઈ જાય, તે તેથી મને મહાપાપ લાગે ! ઉત્સૂત્રકથન કરનારને અનંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે, એવું પૂર્વાચાર્ય પરમાર્થ આનું કથન છે. આ એક મુંઝવણુ અને મારી મીજી મુંઝવણ એ છે કે--તમારી વાણી પણ અલ‘ધનીય છે; માટે તમે જ કહેા કે–મારે કરવું શું?”
નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ આપેલા આ જવાબ છે! વિચાર કરશે કે--મહાપુરૂષા કેવા નમ્ર, ગંભીર અને પાપભીરૂ હાય છે ? ખરેખર, ઉત્સૂત્રકથન રૂપ પાપ, એ એક અતિશય ભય'કર કેઢિનું પાપ છે. સંસારમાં જેટલાં પાપે છે, તેમાં ભયંકરમાં ભયંકર કેાટિનુ પાપ ઉત્સૂત્રકથન છે. ઉત્સૂત્રકથન રૂપ પાપ સમાન અન્ય કોઈ જ પાપ નથી. અન્ય પાપાથી બચવાનો ગમે તેટલે પ્રયત્ન કરનારા પણુ, જો ઉત્સૂત્રકથન રૂપ પાપને સેવનારા હાય, તે। અન્ય પાપેાથી બચવાનો તેનો પ્રયત્ન નિષ્ણ જેવા જ