________________
૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
ભગ બાર વર્ષે, એ તારકના પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીની નિશ્રામાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના સમસ્ત મુનિગણે આવી ગયા હતા. આમ થવાથી, એ તદ્દન જ સ્વાભાવિક છે કે-પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની જ પરંપરા ચાલે તેમજ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના મુનિઓની પરંપરા પણ તેઓશ્રીની જ ગણાય. આ સૂત્રના વિવરણકારઃ - આ રીતિએ આપણે આ શ્રી ભગવતીજી સૂત્રના પ્રણેતા કોણ છે અને તે કેવા વિશ્વસનીય છે, એ વાતને નિર્ણય તે કરી લીધે; પણ અત્રે વાંચવા ધારેલ શ્રી ભગવતીજી સૂત્ર માત્ર મૂલ સૂત્ર રૂપે જ નથી, પરંતુ સટીક રૂપે છે. અત્રે વાંચવા ધારેલ શ્રી ભગવતીજી સૂત્ર વિવરણયુક્ત છે. આ કારણે, શ્રી ભગવતીજી સૂત્રના વિવરણના રચયિતા પણ કેવા પ્રમાણપુરૂષ છે, એ તમારે જાણી લેવું જોઈએ. નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયેલા આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ભગવતીજી સ્ત્રનું આ વિવરણ લખેલું છે. શ્રી ઠાણાંગ સૂત્રથી લઈને શ્રી વિપાકસૂત્ર સુધીનાં નવ અંગસૂત્રનાં વિવરણે આ આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ રચેલાં છે અને એથી જ આ મહાપુરૂષ આપણા સમાજમાં “નવાંગી ટીકાકાર તરીકેની ખ્યાતિ પામેલા છે.
આ મહાપુરૂષ શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોનાં