________________
૨૫
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ છઘસ્થપર્યાય અને ૧૬ વર્ષને કેલિપર્યાય હતે.
અગીયાર ગણધર ભગવાનના દીક્ષા પર્યાયમાં સૌથી વધારે લાંબા સમયને દીક્ષા પર્યાય પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને હિતે; અને એથી જ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ, પિતાના અગીઆર ગણધરો પૈકી પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, પિતાની પાટે સ્થાપિત કર્યા હતા. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા તે સમયે, એ તારકના અગીઆર ગણધરે પૈકી માત્ર બે જ ગણધર ભગવાને વિદ્યમાન હતા. પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી અને પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી, એ બે સિવાયના નવેય ગણધર ભગવાને, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણુને પામ્યા તે પહેલાં જ નિર્વાણને પામી ચૂક્યા હતા. નિયમ એ છે કે–ગણધર ભગવાને પિતાના નિર્વાણને પામવાના સમયથી એક મહિના પૂર્વ પાપગમન અનશનને સ્વીકારે છે, એટલે એ નવેય ગણધર ભગવાનેએ પાપગમન અનશનને સ્વીકારતાં પહેલાં, પિતતાને ગણ, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ બાર વર્ષ પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પણ નિર્વાણને પામ્યા છે, એટલે એ તારકે પણ નિર્વાણ પામ્યાના એક મહિના પહેલાં જ પિતાને ગણ પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતો. આથી એમ સમજી શકાય છે કે–ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ લગ