________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૩
ત્યાંથી ભાગી ગયા. જો એવું ન બન્યું હાત, તા એ જીવ પણ એ જ ભવમાં નિયમા કેવલજ્ઞાન પામીને મુક્તિએ જાત; કારણ કે–ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વરદ હસ્તે દીક્ષિત થયેલાઓ પૈકીના સઘળાએ જ તે ભવમાં કેવલજ્ઞાનને પામીને મુક્તિએ ગયા—એવુ અન્યું નથી કે અન્ય ગણધર ભગવાનેાના હાથે દીક્ષિત થયેલાઓ પૈકીના સઘળા જ તે ભવમાં કેવલજ્ઞાનને પામીને મુક્તિએ ગયા—એવું અન્યું નથી; પણુ ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીના વરદ હસ્તે દીક્ષિત થયેલાઓ પૈકીના સઘળા જ તે ભવમાં કેવલજ્ઞાનને પામીને મુક્િતએ ગયા છે. આવા તા એ તારકના પ્રભાવ હતા. આમ છતાં પણ, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહા ભાગ્યશાળી કે એ તારકની રચેલી દ્વાદશાંગીની જ પૂર પણ ચાલી અને મુનિએની પાટ-પર પરા પણ એ તારકની જ ચાલી. આનું કારણુ શું ? કારણુ એ જ કે—અગીયાર ગણધર ભગવાનામાં પૂર્ણ આયુષ્યવાળા ગણધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજી જ હતા.
પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને કુલ દીક્ષાપર્યાય ૪૨ વર્ષના હતા; તેમાં ૩૦ વર્ષના છદ્મસ્થ પર્યાય અને ૧૨ વર્ષના કેલિપર્યાય.
ખીજા ગણધર ભગવાન શ્રી અગ્નિભૂતિજીના કુલ દીક્ષાપર્યાય ૨૮ વર્ષના હતા; તેમાં ૧૨ વર્ષના છદ્મસ્થપર્યાય અને ૧૬ વર્ષના કેલિપર્યાય.
ત્રીજા ગણધર ભગવાન શ્રી વાયુભૂતિજીના પણુ કુલ દીક્ષાપર્યાંય ૨૮ વના જ હતા; પણ તેમાં ૧૦ વર્ષના