________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૨૭:
વિવરણાને લખવાને માટે શાથી ઉત્સાહિત થયા, તેના સબંધમાં, આચાર્ય શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ પેાતાના રચેલા શ્રી પ્રભાવક--ચરિત્ર નામના ગ્રન્થમાં, સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે.
તેઓશ્રીએ લખ્યુ છે કે-શ્રીમાન અભયદેવસૂરિજીના સમયમાં દુકાળના ઉપદ્રવને લીધે દેશની દુર્દશા થવા પામી અને તેથી સિદ્ધાન્ત તથા તેની વૃત્તિના ઉચ્છેદ થવા લાગ્યા. તેમાંથી જે કાંઈ સૂત્રો મચી જવા પામ્યાં, તેમાં પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્ગંધ થઈ પડયા.
શાસ્ત્રને અંગે આવી સ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે દરમ્યાનમાં એક વાર એવુ બનવા પામ્યું કે-શાસનદેવી આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજાની પાસે આવ્યાં.
મધ્યરાત્રિનો એ સમય હતો. મધ્યરાત્રિના સમયે પણ શ્રીમાન્ અભયદેવસૂરિજી મહારાજા તો સાવધાનપણે ધર્મધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા.
શાસનદેવીએ આવી, તેમને નમસ્કાર કરીને કહ્યું કે–“ શ્રી શીલાંગકેટ નામના આચાર્યશ્રીએ પૂર્વે અગીઆર અંગસૂત્રોની જે વૃત્તિએ બનાવી હતી, તેમાંથી હાલ માત્ર બે જ અગસૂત્રોની વૃત્તિઓ વિદ્યમાન છે અને બાકીનાં નવ અ’ગસૂત્રોની વૃત્તિએ દુષ્કાલને અંગે વિચ્છિન્ન થઈ જવા પામી છે; આથી, શ્રીસ'ધ ઉપરના અનુગ્રહને માટે તમે, જે નવ અંગસૂત્રોની વૃત્તિઓના વિચ્છેદ થઈ જવા પામ્યા છે, તે નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરો!”
શાસનદેવીના આવા સૂચનને સાંભળતાં, શ્રી અભયદેવસૂરિજી મહારાજા તા, આશ્ચર્યચક્તિ બની ગયા. નવ અંગસૂત્રો