________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
momommun આદિમાં ઉત્પન્ન થએલા અને જગના સણા પણ બતાવેલા છે. તે શું વિષ્ણુના મહિની રૂપને જાણી શક્યા નહી? કે જેથી ભાન વિનાના નિર્લજજ થઈ બેઠા? આ વાત કયા કાળની અને આમાંનું સાચું કયું?
(૩૭) શિવ પુ. જ્ઞા. સં. અ. ૬૫ થી–શિવારાધક અન પાસે દુર્યોધને રાક્ષસને ભુંડરૂપે મેક. અજુન શસ્ત્ર લઈને તૈયાર થયે. સામેથી શિવ પણ ભિલ રૂપે આવ્યા. બે બાણુ સાથે છૂટતાં એક મુખથી પુંછડે, બીજી પુંછડાથી મુખે નીકળ્યું એટલે શું તે મર્યો. પછી અર્જુન-શિવ પણ લડ્યા. આ વાતમાં સત્યતા કયી અને કેટલી હશે?
(૮) મત્સ્ય પૂ. અ. ૧૮૭ માં—“વેદના રથ ઉપર ચઢીને શિવ દૈત્યને મારવા ચઢયા. તેમાં બ્રહ્મા-વિષ્ણુ પણ હતા, શિવે દૈત્ય ઉપર અગ્નિ બાણ છેડીને તેમનું સર્વકુછ બાળીને ભસ્મ કર્યું. માત્ર એક ત્રિપુર દૈત્ય મહાદેવનું લિંગ માથા પર મુકીને બહાર નીકળી પડે.”
આમાંની કયી વાત સાચી બનેલી લાગે છે? વિચારીને જેશે.
(૩૯) સ્કંદ પુ. નં. ૧ લે–શિવ વિના જે સંસાર તરવાની ઈચ્છા રાખે છે તે મૂઢ છે. દક્ષના યજ્ઞમાં મહાદેવના અનાદરથી મેટો ઉત્પાત. દક્ષે મહાદેવને વેદબાહ્ય કહ્યા તેથી ઘણી ઝપાઝપી થઈ દક્ષે યજ્ઞને આરંભ કર્યો. ઋષિઓ આવ્યા. બ્રહ્મા-વિષ્ણુને પણ લાવ્યા. મહાદેવને બોલાવવાનું કહેતાં દક્ષે કહ્યું કે બ્રહ્મા-વિષ્ણુ આવ્યા છે, મત્સરી શિવનું શું કામ છે? ચલાવે કામ. તમેને કેમ બોલાવ્યા નથી એમ કહીને પાર્વતી પિતા પાસે ગયાં. જક્કા જક્કી થતાં દક્ષે કહ્યું કે તારે પતિ વેદબાહ્ય છે, કહીને ઘણે અનાદર કર્યો. કઈ પણ રસ્તે ન જડતાં ગણની સાથે બળી મર્યા. શિવાજ્ઞાથી વીરભદ્ર ચઢયે. ઉત્પાતે દેખી દક્ષ વિષ્ણુના શરણે ગયા. છતાં દક્ષનું માથું કાપીને હોમી દીધું. શિવાજ્ઞાથી બકરાનું માથું ચટાડીને દક્ષને છોડી મુકયા.”
આમાં જરા વિચારવાનું કે બ્રહ્માદિક-દેવીના હાથ ઘસવાથી, કલ્પારભમાંથી, મહાદેવજીથી, અને ત્રણ યુગના ક્રમથી ઉત્પન્ન થએલા જુદા જુદા ઠેકાણે લખાયેલા છે. પાર્વતી પહાડની પુત્રી લખાઈ છે. ત્યારે મહાદેવજી દક્ષ પ્રજાપતિના જમાઈ કયા કાળમાં થયા અને આ બધે ઉત્પાત કયા કાળમાં મચેલે માન?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org