________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ છછું
સ્ત્રીરત્ન અને રાણી ચંદ્રલેખા
કમલા-મહારાણી ! તે શ્રેણીના ઘરના આંગણામાં પણ એટલાં બધાં લોકો એકઠાં થયાં છે કે તે મેટા વિસ્તારવાળા ભાગમાં પણ સમાઈ શકતાં નથી.
રણું–તેમ થવાનું કારણ શું ?
કમલા–સ્વામિની ! તે શેઠને ઘેર સ્ત્રીઓના સર્વ ઉત્તમ ગુણોથી ભરપૂર એક સ્ત્રીરત્ન છે, તેને જોવા માટે લોકે વિશેષ એકઠા થાય છે. મારું તો એમજ માનવું છે કે દેવલોકમાંથી દેવાંગનાપણું મૂકાવીને તેને આંહી લાવવામાં આવી છે.
તે સ્ત્રી હસતી નથી, બોલતી નથી, તેમ આનંદથી કોઈના સન્મુખ પણ જેતી નથી. યૂથથી ભ્રષ્ટ થયેલી (વિખૂટી પડેલી) હરિણીની માફક ઉદાસપણે બેસી રહી છે. તેણીનું રૂપ સુંદર હોવાથી લોકો તેને સુંદર કહી બેલાવે છે. ઘણું આગ્રહથી લોકો તેનું નામ, ઠાભાદિ પૂછે છે પણ તે બીલકુલ જણાવતી નથી.
જે મનુષ્ય તેણીનું રૂપ જુવે છે તે પિતાનું ભાન કે લક્ષ ભૂલી જઈ ચિત્રાલેખિતની માફક નિષ્ટ થઈ તેણીને પાસે બેસી રહે છે.
કમળાનાં આ વચનોથી રાણીને મહાન કુતુહલ થયું
રાણી-કમલા જે એમ જ છે તો મારે તે નવીન સ્ત્રીને જેવી છે અને હું તેને ગમે તે પ્રકારે પણ લાવીશ, માટે તું ફરીને પાછી ચંદ્રકોછીને ઘેર જા અને સર્વ પરિવાર સહિત તે શેકીને કાલે આપણે ઘેર જમવાનું આમંત્રણ મારા તરફથી કરી આવ.
For Private and Personal Use Only