________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૩)
ઉછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ સુધા, તષા વિગેરે રસ્તામાં સહન કરવું જોઈએ, તે તારાથી કેમ બનશે ?
શીળમતિ-પ્રાણનાથ ! આપ સાથે લેવાથી વિષમ માર્ગ પણ મને ઘર સમાન થશે પણ આપ સિવાય આ રાજમહેલો તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, ભિક્ષા પણ શુભકારી છે. પણ વ્યાધિવાળું શરીર દુઃખકારી છે તેમ આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુઃખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તો, સસરાજીનું કે પિતાજીનું મને કોઈ પ્રયોજન નથી. વિદ્વાને ખરૂં સુખ તેને કહે છે કેમનને શાંતિ મળે છે. તે શાંતિ અને આપ સિવાય કોઇ સ્થળે મળનાર નથી.
રાજકુમાર—પ્રિયા ! તમારો વિચાર સાથે આવવાનું છે તે જલદી તૈયાર થાઓ. આપણે અત્યારે જ અહીંથી નિકળી જઈએ. કોઈને કહેવા પૂછવાની જરૂર નથી.
રાણી તરત જ પોતાના બન્ને નાના પુત્રોને સાથે લઈ કુમાર પાસે આવી ઊભી. રાજકુમાર તરત જ એક દિશાને ઉદેશીને તેઓ સાથે, શહેર છેડી જંગલ ભણું ચાલે ગયે.
રસ્તામાં રાણું પિતાના મનમાં ચિંતા કરતી હતી. અહા ! કયાં રાજ્યનું ઉત્તમ સુખ ? સ્નેહીઓની પ્રસન્નતા ? અને ઉત્તમ ભેગોની નિકટતા ? સર્વ વસ્તુ એક કાળે નષ્ટ થઈ? શું વિધિનું વિલસિત? કર્મની કેવી વિષમતા ?
રાજકુમાર દુઃખને બીલકુલ વિચાર નહિં કરતે તેમ મુખના ચહેરાને પણ નહિં બદલાવતો, વિખવાદ વિના પ્રસન્ન ચિત્ત આગળ ચાલ્યા જાય છે. કહ્યું છે કે
वसणे विसायरहिया संपत्तीए अणुत्ता न हुँति । मरणे वि अणुधिग्गा साहससारा य सप्पुरिसा ॥
For Private and Personal Use Only