________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૨) ત્રણ પ્રદક્ષિણા પૂર્વક નમન કરી સવે ઉચિત સ્થળે બેઠા. મોગ્ય જીવોને ઉપગાર કરવા તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી.
મહાનુભાવે ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, આરોગ્ય શરીર, પાંચ ઈદ્રિયની પટુતા અને ધર્મોપદેશક ગુવદિ દુર્લભ સામગ્રી તમને એગ્ય અવસરે મળી આવી છે; માટે આત્મધર્મ પ્રગટ કરવામાં પ્રમાદ ન કરે. માનવજિંદગી ટૂંકી અને ક્ષણભંગુર છે. પરિણામની વિશુદ્ધતા સિવાય કમળ દૂર થતું નથી. કર્મમળ દૂર થયા સિવાય આત્મધર્મ પ્રગટ ન થાય અને તે સિવાય સત્ય સુખ ક્યાંથી મળે ? - સત્ય સુખ સિવાય જન્મ મરણને ભય આપનાર ત્રાસ છે ન થાય માટે જાગૃત થાઓ, ભાવનિદ્રાનો ત્યાગ કરે, આયુષ્ય થોડું છે, વખત ચાલ્યો જાય છે.
એ અવસરે ભુવનગુરૂને નમસ્કાર કરીને સુનંદોછી આ પ્રમાણે બોલવા લાગ્યો-કૃપાળુ દેવ! આ૫ જે કહે છે તે સત્ય છે. મારે એક સંદેહ આપ દૂર કરશે અને તેથી તેમાંથી અમને જાણવાનું, આદરવાનું કે ત્યાગ કરવાનું ઘણું મળી આવશે.
પ્રભુ! મારે અગીયાર પુત્ર છે. જિનેશ્વરનું નામ વારંવાર યાદ આવે આ હેતુથી પુત્રનાં નામે રીષભથી શ્રેયાંસ પર્યત રાખવામાં આવ્યાં છે. આ સર્વે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલા સગા " ભાઈઓ છે. સરખી રીતે આદરપૂર્વક તેઓનું રક્ષણ કરવામાં આવ્યું છે અર્થાત્ સરખી રીતે ઉછેરવામાં આવ્યા છે છતાં આમાંથી છ પુત્રે ના આચરણ વિલક્ષણ-જુદાં જુદાં જોવામાં આવે છે.
મે પુત્ર શરીરે કદરૂપ છે. બીજો પુત્ર કમળની માફક સુગંધી શ્વાસ નિશ્વાસવાળો છે. ત્રીજો પુત્ર ધનને નાશ કરનાર યા હરણ કરનાર છે. ચોથો સૌભાગ્યવાન છે. પાંચમો અતિશય ધીઠ છે. છો પુત્ર થે ડી મહેનતે ઘણું દ્રવ્ય કમાય છે. સાતમો પુત્ર પ્રતિક્ષણે ભૂખે થાય છે. આઠમે મૃદુ અને ઘણું બેડું બેલનાર છે. નવેમ ઘણા ચપળ સ્વભાવને, દશમે પરિમિત ચાલવાવાનો અને કોઈ વખત
For Private and Personal Use Only